Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

એકશન ડિરેકટર પણ બન્યો અજય

અજય દેવગણની ફિલ્મ તાન્હાજી-ધ અનસંગ વોરિયર સુપરડુપર હિટ નિવડી હતી. થ્રીડી ફોર્મેટમાં પણ આ ફિલ્મ સારી ચાલી હતી. હવે ચાહકો અજયની નવી ફિલ્મ ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાની રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ ડિજીટલ પ્લેટફોર્મ પર આવશે તેવી પણ વાતો વહેતી થઇ હતી. અભિષેક દુધાઇયા નિર્દેશીત આ ફિલ્મમાં અજય દેવગણ ઇન્ડિયન એરફોર્સના સ્કવોડ્રન લીડર વિજય કાર્ણિકના રોલમાં જોવા મળશે. ફિલ્મ પહેલેથી જ અનેક કારણોસર ચર્ચામાં છે. હવે એ વાત પણ સામે આવી છે કે અભિનય કરવા ઉપરાંત અજયએ એકશન ડિરેકટર તરીકે પણ કામ કર્યુ છે. બે મહત્વના એકશન સિન્સ અજયએ કોરિયોગ્રાફ કર્યા છે.

સંજય દત્ત અને અજયના પોતાના આ સીન છે. સાઉથના એકશન ડિરેકટર પીટર હેન ન આવી શકતાં તેની જગ્યાએ અજયએ કામ કર્યુ હતું. ભારત-પાકિસ્તાનના યુધ્ધ પર આધારીત આ ફિલ્મ ૧૯૭૧ના લાંગેવાલા યુધ્ધ પર છે. સોનાક્ષી સિન્હા, નોરા ફતેહી, શરદ કેલકર, એમી વર્ક મુખ્ય ભુમિકામાં છે.

(10:20 am IST)