Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

ગૌરવે છોડી દીધો 'મેડમ સર' શો

લાંબો સમય સુધી શુટીંગના સેટ પરથી દૂર રહેલા ટીવી શોના કલાકારો ફરીથી સેટ પર પહોંચી શુટીંગ કરવા માટે કોરોનાના ભય વચ્ચે તૈયાર થયા છે. જો કે અમુક સ્ટાર હજુ પણ ડર અનુભવી રહ્યા છે. યે રિશ્તા કયા કહેલાતા હૈ, થપકી પ્યાર કી, યે હે મહોબ્બતે જેવા શો કર્યા બાદ સબ ટીવીના શો મેડમ સરમાં ન્યુઝ રિપોર્ટરનો રોલ ભજવનાર અભિનેતા ગોૈરવ વાધવા હવે આ શોમાં જોવા મળવાનો નથી. તેણે આ શો છડી દીધો છે. ફેબ્રુઆરીમાં શરૂ થયેલા મેડમ સર નામના શોમાં ગલકી જોષી, યુકિત કપૂર, હસિના મલિક, કરિશ્મા સિંહ મુખ્ય ભુમિકામાં છે. જુનના અંતમાં આ શોનું મોટા પાયે શુટીંગ શરૂ થવાનું છે.  જો કે નિર્માતાઓ પુરતી તકેદારી રાખીને શુટીંગ શરૂ કરશે. કોરોનાને કારણે કોઇપણ જોખમ લેવા તૈયાર નથી. જો કે ગોૈરવ આ શોમાં હજુ જોડાવા ઇચ્છતો નથી. તે હજુ બ્રેક લેવા ઇચ્છે છે. લોકડાઉન પછી હવે કલાકારો અને નિર્માતાઓ વચ્ચે પણ થોડી રકઝક રહેવાની છે. થોડા સમય પહેલા એક ટીવી શોના અભિનેતાએ ડબલ પેમેન્ટની માંગણી કરી હતી. 

(10:20 am IST)