Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

અંતે પારસને સમય મળી ગયો

ટીવી અભિનેતા અને બિગ બોસમાં સ્પર્ધક રહી ચુકેલો પારસ છાબડા લાંબા સમયથી પોતાના હાથ પરથી પૂર્વ ગર્લફ્રેન્ડ આંકાક્ષા પુરીનું ટેટૂ હટાવવા ઇચ્છતો હતો.  બિગ બોસમાંથી બહાર આવ્યો એ પછી તરત તે બીજા પ્રોજેકટમાં જોડાઇ ગયો હતો. ત્યાં લોકડાઉન શરૂ થઇ ગયું હતું. અંતે હવે સમય મળતાં જ પારસની ઇચ્છા પુરી થઇ છે અને તેના હાથમાંથી આકાંક્ષાના નામનું ટેટૂ હટી ગયુ છે. આ ટેટૂ દૂર કરાવીને તેની જગ્યાએ પારસે બિગ બોસની આંખનું નવુ ટેટૂ બનાવડાવ્યું છે. જેનો વિડીયો પણ તેણે સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યો છે. આ નવુ ટેટૂ ખુબ જ આકર્ષક છે. પારસે વિડીયો પોસ્ટ કરીને સાથે લખ્યું છે કે-બિગ બોસે મારી આંખ ખોલી નાંખી છે. ચાહકોને પણ આ ટેટૂ ગમ્યું છે. પારસ બિગ બોસમાં ગયો ત્યારે માહિરા શર્મા સાથે તેની દોસ્તી ગાઢ થઇ હતી. આ કારણે આકાંક્ષા તેની વિરૂધ્ધમાં બોલવા માંડી હતી. આ પહેલા આકાંક્ષાએ પોતાના હાથ પરથી પારસના નામનું ટેટૂ હટાવ્યું હતું. હવે પારસે આ કામ કર્યુ છે.

(10:20 am IST)