Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

અનન્યાના ચાહકોએ હજુ રાહ જોવી પડશે

કોરોના મહામારીને કારણે અનેક ફિલ્મો અટકી ગઇ છે અને અનેકના શુટીંગ અધવચ્ચે લટકી ગયા છે. અમુક તૈયાર થઇ ગયેલી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા માંડી છે. અનન્યા પાંડેની ફિલ્મ પણ અટકી પડી છે. તેની અને ઇશાન ખટ્ટરની ફિલ્મ 'ખાલી પીલી' ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મ ડિજીટલ પ્લેટફોર્મ પર આવવાની છે તેવી વાતો વચ્ચે નિર્માતા અલી અબ્બાસ જફરે સ્પષ્ટ કર્યુ છે કે આ ફિલ્મ ઓટીટી પર હાલમાં રિલીઝ થઇ શકે તેમ નથી. તેણે કહ્યું હતું કે હજુ ફિલ્મનું શુટીંગ પણ પુરૂ થયું નથી. અમે જો કે મોટા ભાગનું શુટીંગ અગાઉ કરી ચુકયા છીએ. પરંતુ અમુક ભાગનું શુટીંગ હજુ બાકી છે. આ સંજોગોમાં અમે સિનેમાહોલ ખુલે તેની રાહ જોઇશું. શાહીદ કપૂરનો ભાઇ ઇશાન ધડક ફિલ્મમાં જ્હાન્વી કપૂર સાથે જોવા મળ્યો હતો. એ ફિલ્મ ખુબ સારી ચાલી હતી અને મોટી કમાણી કરી હતી. અનન્યા પાંડેની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર ટુ અને પતિ પત્નિ ઓૈર વો પછી આ ત્રીજી ફિલ્મ છે. ચાહકોએ હજુ આ ફિલ્મ માટે રાહ જોવી પડશે.

(10:19 am IST)