Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ઇરફાન ખાનને શાહરૂખ ખાને લંડનના ઘરની ચાવી આપી દીધીઃ બિમારીના સમયે મિત્રતા નિભાવતો કીંગ ખાન

લંડનઃ ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાન અને લંડનમાં બિમારીનો ઇલાજ કરાવી રહેલ ઇરફાન ખાનની મિત્રતાની ફિલ્મ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં ભારે પ્રશંસા થઇ રહી છે.

ઈરફાન ખાન અને તેમનો પરિવાર મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. પાછલા 3 મહિનાથી ઈરફાન ન્યૂરોએન્ડોક્રાઈન કેન્સરની લંડનમાં સારવાર લઈ રહ્યો છે. આ બીમારીમાં શરીરમાં ટ્યૂમર બની જાય છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સભ્યો ઈરફાનના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે અને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે શાહરુખ ખાને ઈરફાન ખાનની એક મોટી મદદ કરી છે. એક પોર્ટલના રિપોર્ટ અનુસાર, સારવાર માટે લંડન જતા પહેલા ઈરફાન ખાનની પત્ની સુતાપાએ શાહરુખને ફોન કર્યો હતો અને જણાવ્યુ હતું કે ઈરફાન તેને મળવા માંગે છે.

સુતાપાએ શાહરુખને મુંબઈ સ્થિત પોતાના નિવાસસ્થાને બોલાવ્યો હતો. મેહબૂબ સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહેલો શાહરુખ તેને મળવા પહોંચ્યો અને તેમણે લગભગ બે કલાક સાથે પસાર કર્યા.

આ દરમિયાન શાહરુખે ઈરફાન ખાનને પોતાના લંડન વાળા ઘરની ચાવી આપી દીધી. શાહરુખની જીદથી હારીને ઈરફાને ચાવી લેવી પડી. શાહરુખનું કહેવુ હતું કે, ઈરફાનનો પરિવાર તે ઘરને પોતાના ઘર જેવું સમજશે. ઈરફાન ખાન અને શાહરુખ ખાન ઘણાં સારા મિત્રો છે.

(6:33 pm IST)