Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'માં અટલ બિહારી બાજપાઈનો લુક થયો વાઇરલ

મુંબઈ: ભારતના પૂર્વ પ્રધાન મંત્રી મનમોહન સિંહની બાયોપિકમાં અટલ બિહારી બાજપાઈનો લુક વાઇરલ થયો છે. આ ફિલ્મમાં મનમોહન સિંહની ભૂમિકા અનુપમ ખેર ભજવી રહ્યા છે જયારે પત્નીની ભૂમિકામાં દિવ્યા શેઠ નજરે પડવાની છે. આ ફિલ્મનું નવું પોસ્ટર સામે આવ્યું છે જેમાં અટલ બિહારી બાજપાઈ જોવા મળી રહ્યા છે. જેમાં મનમોહન સિંહ અને અટલ બિહારી બાજપાઈ હાથ મેળવતા જોવા મળે છે. અનુપમ ખેર દ્વારા ટ્વિટ પર આ ફોટો શેયર કરવામાં વ્યો છે. જેમાં રામ અવતાર અટલજીની ભૂમિકા ભજવી રહ્યા છે.

(4:14 pm IST)