Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ભારત અને દબંગ 3ની શૂટિંગ સાથે શરૂ કરશે સલ્લુ ભાઈ

મુંબઇ: સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ રેસ થ્રી રજૂ થઇ ચૂકી છે અને સલમાને ધારેલો બિઝનેસ કરી ચૂકી છે એટલે હવે સલમાન એક સાથે બે ફિલ્મોમાં ધ્યાન આપશે એવી માહિતી મળી હતી. એવી એક ફિલ્મ છે અલી અબ્બાસ  ઝફરની ભારત જેમાં ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરા એની સાથે ચમકી રહી છે. આ ફિલ્મથી અલી અબ્બાસ અને સલમાન ત્રીજી ફિલ્મ સાથે કરશે. અત્યાર અગાઉ આ બંને યશ રાજની સુલતાન અને ટાઇગર જિંદા હૈ કરી ચૂક્યા છે અને એ બંને ફિલ્મો સુપરહિટ જાહેર થઇ હતી. બીજી ફિલ્મ સલમાનના પોતાના બેનર તળે બની રહેલી દબંગ ફ્રેન્ચાઇઝીની ત્રીજી કડી છે. સલમાનની નિકટનાં સૂત્રોએ જણાવ્યા મુજબ ભારત અને દબંગ થ્રી બંને ફિલ્મો સપ્ટેંબરમાં ફ્લોર પર જશે અને બંને ફિલ્મોનાં શૂટિંગ એકબીજાની સાથે ચાલતા હશે પરંતુ રજૂઆતની વાત કરીએ તો ભારત પહેલાં રજૂ થાય એવી સલમાનની ઇચ્છા છે. જો કે જોધપુર કોર્ટે કાળિયારની ગેરકાયદે હત્યાના કેસમાં સલમાનને કરેલી જેલની સજાના પગલે સલમાન આ ફિલ્મના શૂટિંગ માટે વિદેશ નહીં જઇ શકે. વિદેશ જવા માટે હાઇકોર્ટની રજા લેવી પડે જે હજુ મળી નથી. ભારત ફિલ્મની કથા હિટ સાઉથ કોરિયન ફિલ્મ ઓડ ટુ માય ફાધર પરથી પ્રેરિત છે. આ ફિલ્મમાં સલમાન દેશભક્તિની ભાવના રજૂ કરશે અને અક્ષય કુમાર કે વીતેલા દાયકાના મનોજ કુમારની જેમ દેશભક્ત તરીકે રજૂ થશે એવી જાણકારી પણ મળી હતી.
 

(4:13 pm IST)