Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

નોરા ફતેહી કોરિયોગ્રાફ કરશે ફિલ્મ સત્યમેવ જયતે

મુંબઇ:  અભિનેત્રી અને કોરિયોગ્રાફર તરીકે દુનિયાભરમાં પ્રસિદ્ધ એવી નોરા ફતેહીને ટોચના ફિલ્મ સર્જક નિખિલ અડવાણીએ પોતાની ફિલ્મ સત્યમેવ જયતેની કોરિયોગ્રાફીની જવાબદારી આપી હોવાની માહિતી મળી હતી. આ ફિલ્મમાં કસરતી કાયા ધરાવતો જ્હૉન અબ્રાહમ મુખ્ય રોલ કરી રહ્યો છે. સત્યમેવ જયતેના દિલબર ગીતની કેટલીક કોરિયોગ્રાફી નોરાએ કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ ગીત મૂળ આઇકોનિક બની રહેલા સુસ્મિતા સેન અને સંજય કપૂરના અરેબિયન થીમ પર બનેલા હિટ ગીતની રિમેક છે. જ્હૉન અબ્રાહમ અને નોરા પર એનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. આ ફિલ્મ જ્હૉન અબ્રાહમના બેનર તળે બની રહી છે અને સ્વાતંત્ર્ય દિને ૧૫મી ઑગષ્ટે રજૂ કરવાની જ્હૉનની યોજના છે. આ ગીતની કેટલીક કોરિયોગ્રાફી આદિલ શેખે કરી હતી. આ ગીતમાં નોરાએ કરેલા બેલી ડાન્સે હાજર રહેલા સૌને આકર્ષ્યા હતા. એની ડાન્સીંગ ક્ષમતા જોઇને બધા મુગ્ધ થઇ ગયા હતા. આ માહિતી આપનારા સૂત્રોએ કહ્યંુ કે નિખિલ અને આદિલે નોરાને પૂરતી સ્વતંત્રતા આપી હતી અને એ બેલી ડાન્સ કરતી હતી ત્યારે આ બંને માત્ર કેમેરા ચાલુ રાખીને નોરાના બેલી ડાન્સને માણી રહ્યા હતા

(4:12 pm IST)