Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

તમિલ ફિલ્મની શૂટિંગમાં સની લિયોનીની તબિયત બગડી: હોસ્પિટલમાં દાખલ

મુંબઈ: સની લિયોની તાજેતરમાં તમિલ ફિલ્મ' વિરમહાદેવી'ની શૂટિંગ કરી રહી છે. આ ઉપરાંત  સની એમ ટીવીના પોપ્યુલર શો 'સ્પિલીટ્સવિલા-11' પણ હોસ્ટ કરી રહી છે. અત્યારે તો અણીના ફેન્સ માટે ખરાબ સમાચાર છે કે સનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સતત શૂટિંગના  પગલે થાકી જવાના લીધે સનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તમિલ ફિલ્મમાં સની એક યોદ્ધાની ભૂમિકા ભજવવાની છે આ માટે તેને તલવારબાજી અને ઘોડેસવારી પણ શીખી છે.

(4:11 pm IST)