Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

'ખતરો કે ખેલાડી-9'માં રોહિત શેટ્ટીની પડકારોનો સામનો કરશે આ 10 સ્પર્ધકો

મુંબઈ:બોલીવુડના નિર્માતા અને નિર્દેશક અને ટીવી શો' ખતરો કે ખેલાડી'ના જજ રોહિત શેટ્ટી સીઝન 9માં સામેલ થનાર 10 સ્પર્ધકોના નામ જાહેર કર્યા છે જેમાં અમુક કોમેડિયન છે તો અમુક ટીવી તથા ફિલ્મ ક્ષેત્રે પોતાનું નસીબ આજમાવી ચુક્યા છે. 1.અવિકા ગૌર: બાલિકા વધુથી પોતાની ઓળખ ઉભી કરનાર અવિકા ગૌર સીઝન 9 માટે ફાઇનલ થઇ ગઈ છે. 2.ભારતી સિંહ અને હર્ષ લીમ્બચીયા : પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ અને પતિ હર્ષ લીમ્બચીયા પણ આ સીઝનમાં એક બીજાને ટક્કર આપવા માટે ફાઇનલ થઇ ગયા છે.3.જેસ્મિન  ભસીન: ટીવી અભિનેત્રી જેસ્મિન ભસીન ટેલિવિઝન ક્ષેત્રનું જાણીતું નામ છે.4.પુનિત પાઠક:પોપ્યુલર કોરિયોગ્રાફર અને અભિનેતા પુનિત પાઠક આ સીઝનમાં પોતાના સ્ટન્ટ કરતા જોવા મળશે. 5.રિધિમાં પંડિત: ટીવી સિરિયલ બહુ હમારી રજનીકાંત થી ઓળખ મેળવનાર રીધ્ધીમા પંડિત સીઝન 9માં ભાગ લેવા માટે ફાઇનલ થી ગઈ છે. 6.શમિતા શેટ્ટી: શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી રોહિત શેટ્ટીના શોમાં સ્ટન્ટ કરતી નજરે પડશે..7વિકાસ ગુપ્તા: બિગ બોસમાં પોતાના કારનામાંથી જાણીતા વિકાસ ગુપ્તા હવે ખતરો કે ખેલાડી સીઝન 9માં સ્ટન્ટ કરતો જોવા મળશે.8 જૈન ઇમામ: નામકરણ સિરિયલથી જાણીતો થયેલ ટીવી અભિનેતા ઇમામ રોહિત શેટ્ટીના સ્ટન્ટને પુરા કરવા માટે તૈયર છે.9. શ્રીસંત: ક્રિકેટની દુનિયાનું જાણીતું નામ શ્રીસંત પણ હવે પ્રસિદ્ધિ મેળવવા માટે આ શો કરી રહ્યો હોઈ તેવું લાગી રહ્યું છે.

(4:10 pm IST)