Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

સંજુમાં રિયલ સંજુ પણ છે

આખી ફિલ્મ પૂરી થયા પછી આ સીન શૂટ કરવામાં આવ્યો

રાજકુમાર હિરાણીની 'સંજુ'માં સંજય દત્તનું પાત્ર રણબીર કપૂરે ભજવ્યું છે, પણ આ ફિલ્મના એક દૃશ્યમાં સંજુબાબા પણ જોવા મળશે. ઓરીજનલ સ્ક્રિપ્ટમાં આ દૃશ્યનો સમાવેશ કરવામાં નહોતો આવ્યો, પરંતુ ફિલ્મ પૂરી થયા પછી જરૂરી લાગતા સંજય દત્તના દૃશ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દૃશ્ય જરૂરી હોવાથી સંજય દત્ત એ માટે તૈયાર થયો અને તેણે એક સીન પૂરતો રોલ કર્યો. નાનકડી ભૂમિકા ગણી શકાય એવા આ સીન ઉપરાંત સંજય દત્તે ફિલ્મ માટે વોઈસઓવર પણ કર્યો છે અને જરૂર પડે ત્યાં રિયલ સંજય દત્તના અવાજનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

સંજુની ટીઝર બાદ ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યુ હતું અને એણે જબરદસ્ત એકસાઈટમેન્ટ ઉભુ કર્યુ છે. સંજય દત્તની ગર્લફ્રેન્ડ તથા તેની પર્સનલ લાઈફ વિશે પણ ઘણુ દેખાડવામાં આવશે એવુ માનવામાં આવે છે, પણ હકીકત એ છે કે સંજુબાબાના ડ્રગ્સ, ડેઝ, ગન-સ્ટોરી અને તેના જેલના દિવસો પર આધારીત તેના અફેર્સની વાતો ફિલ્મમાં બહુ જોવા નહિં મળે.

(2:03 pm IST)