Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

રેસ-૩નો વકરો ૧૪૪.૫૧ કરોડ

ચાહકોનો આભાર : સલમાન

સલમાન ખાને તેની 'રેસ-૩'  જોવા બદલ ચાહકોનો આભાર માન્યો છે. 'રેસ-૩'ને ચાહકોની સાથે ફિલ્મી પંડિતોએ પણ વખોડી કાઢી હતી. પંદર જૂને રિલીઝ થયેલી આ ફિલ્મે એક અઠવાડીયામાં ૧૪૪.૫૧ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મનો આટલો બિઝનેસ ફકત સલમાનના ફેન્સ દ્વારા થયો છે. આ માટે સલમાને ટ્વીટ કર્યુ હતું કે અમારી રેસ-૩ને થિયેટરમાં જોવા ગયેલા દરેક ચાહકનો હું ખૂબ જ આભાર માનુ છું. આ ફિલ્મ પાછળ અમે ખૂબ જ મહેનત કરી છે અને એને બિરદાવવા બદલ અને એને પસંદ કરવા બદલ હું દરેક વ્યકિતનો આભારી છું. ગોડ તમામને આર્શીવાદ આપે અને તમે આ ફિલ્મ જોતા રહો. મારા માટે આ ખૂબ જ મોટી વાત છે.(૩૭.૧)

(2:02 pm IST)