Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

અમેરિકાના જાણીતા શો ‘The Good Wife 'ના ઇન્ડિયન વર્ઝનને હોસ્ટ કરશે મલ્લિકા શેરાવત

મુંબઈ :બોલિવૂડમાં પોતાની કાતિલ અદાઓને કારણે ફેમસ અભિનેત્રી મલ્લિકા શેરાવત છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર થઇ ગઈ છે. જો કે મલ્લિકાની કિસ્મત ફરી ચમકી શકે છે. કેમ કે, અમેરિકાના પ્રસિધ્ધ ટીવી શો ‘The Good Wife'નું ઈન્ડિયન વર્ઝન આવી રહ્યુ છે જેમાં મલ્લિકા શેરાવતની મહત્વની ભુમિકા હશે. માહિતી મળી છે કે મલ્લિકા આ શોને હોસ્ટ કરવાની સાથે પ્રોડ્યુશ પણ કરશે.  

 

(11:56 am IST)