Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

આજના ગાયકોમાં લગન અને પેશનનો અભાવઃ લતા મંગેશકર

આજના સંગીતકારોએ ઓરિજિનલ મ્યુઝિક તૈયાર કરવાનો પ્રયાસ કરવો જોઇએ

મુંબઇ તા. ર૩ :.. ભારત રત્ન લતા મંગેશકરનું માનવું છે કે, આજના ગાયકો યોગ્ય રિયાઝ નથી કરતા અને તેમનામાં ગાયકી પ્રત્યે પેશન અને લગનનો અભાવ છે. ગાયકે કાયમ રિયાઝ કરવો જોઇએ, કારણ કે એનાથી તેનો સ્વર બરાબર રહે છે. આજે કલાસીકલ સંગીતમાં ગીત ગાનારા લોકોનો અભાવ આ જ કારણે છે. એ. આર. રહમાન અને શંકર મહાદેવ ઘણા લાંબા સમયથી સફળ રહ્યા છે, કારણ કે તેમણે કલાસીકલ હેરિટેજને જાળવી રાખવાનો ભરપુર પ્રયાસ કર્યો છે.

રિયાઝ શા માટે જરૂરી છે એ વિશે તેમનું માનવું છે કે મારી કરીઅરની ટોચ પર પણ હું રેકોર્ડીંગ સ્ટુડીયોના ચક્કર લગાવતી વખતે રિયાઝ કરવાનું ચૂકતી નહોતી. જો મેં કલાસીકલ ગીતો માટે રિયાઝ વધારે રાખ્યો હોત તો એ મને ફાયદાકારક રહ્યુ હોત. આજના ગાયકોએ આ વાત ધ્યાનમાં લેવાની જરૂર છે. જૂના ગીતોનાં રીમિકસ કરીને તાત્કાલીક સફળ થવાનો રસ્તો એકદમ જોખમી છે.

કિશોરકુમાર, મોહમ્મદ રફી, મુકેશ અને આશા ભોસલેનાં ઓરિજિનલ ગીતોનાં રીમિકસ સાંભળીને લતાજીને પીડા થાય છે. આજના સંગીતકારોએ ઓરિજિનલ મ્યુઝિક તૈયાર કરવાનો પ્રયાસ કરવો જોઇએ એમ તેમનું માનવું છે.

(11:41 am IST)