Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

હવે ઇચ્‍છા મુજબ કામ કરી શકુ છું: અર્જુન રામપાલ

બોલીવૂડમાં બે દાયકા કરતાં વધુ સમયથી કામ કરી રહેલા અર્જુન રામપાલ તાજેતરમાં લંડન ફાઇલ્‍સ નામની વેબ સિરીઝમાં ડિટેક્‍ટીવ ઓમસિંઘના રોલમાં જોવા મળ્‍યો હતો. તેનો આ રોલ ચાહકોને પસંદ પડયો છે. તેણે ટીવી શોમાં જજ અને હોસ્‍ટ તરીકે પણ કામ કર્યુ છે. ૨૦૦૧માં ફિલ્‍મ પ્‍યાર ઇશ્‍ક ઓૈર મહોબ્‍બતથી શરૂઆત કરનાર અર્જુને અને હિટ ફિલ્‍મો આપી છે.  તેની આગામી ફિલ્‍મોમાં ધાકડ, ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ અને તેલુગુ ફિલ્‍મ તથા નાસ્‍તિક નામની ફિલ્‍મોનો સમાવેશ થાય છે. અર્જુને કહ્યું હતું કે હવે હું એવા સ્‍થાન પર પહોંચી ગયો છું જ્‍યાં મારી મરજી મુજબ મારી ઇચ્‍છા મુજબ કામની પસંદગી કરી શકુ છું. હું હવે હમેંશા સારી સ્‍ક્રિપ્‍ટ અને મહાન સ્‍ટોરીની શોધમાં રહુ છું. મને જે ઓફર મળે તે મને પસંદ પડે તો જ હું કામ માટે હા કહુ છું. અર્જુન હવે ધાકડ ફિલ્‍મમાં અલગ જ રોલમાં જોવા મળવાનો છે.

(10:19 am IST)