Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

'ગુલાબો સિતાબો'નું ટ્રેલર રીલિઝ, માલિક અને ભાડૂઆતના ઝઘડામાં દર્શકોને પડશે મજા

આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર ૧૨ જૂને રીલિઝ થશે

મુંબઇ, તા.૨૩: દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે અને થિએટર પણ બંધ છે. આથી લોકોને લાંબા સમયથી કોઈ નવી ફિલ્મ જોવા નથી મળી. જોકે, હવે લોકોને વધુ રાહ નહીં જોવી પડે. હકીકતમાં મેકર્સ પોતાની ફિલ્મ્સને ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરવાનું વિચારી રહ્યાં છે. આ જ કડીમાં સૌથી પહેલા ફિલ્મ શ્નગુલાબો સિતાબો'નું નામ સામે આવ્યું છે. મેકર્સે ૨૨મે ના રોજ ફિલ્મનું ટ્રેલર રીલિઝ કર્યું છે તો હવે આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર ૧૨ જૂને રીલિઝ થશે.

સુજીત સરકારના ડિરેકશનમાં બનેલી ફિલ્મ 'ગુલાબો સિતાબો'માં અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના લીડ રોલમાં જોવા મળશે. જો વાત કરવામાં આવે ફિલ્મની સ્ટોરીની તો અમિતાભ બચ્ચન લખનઉની એક હવેલીના માલિકનો રોલ કરી રહ્યાં છે. જેમની હવેલીમાં આયુષ્માન ખુરાના ભાડૂઆત તરીકે રહે છે. આ ફિલ્મ દરમિયાન બન્ને વચ્ચે હુંસાતુંસી અને ઝઘડો જોવા મળે છે. તો, હવેલીના માલિક (અમિતાભ બચ્ચન) ભાડૂઆત (આયુષ્માન)ને પોતાની હવેલી ખાલી કરાવવા માટે અજબગજબ કોશિશો કરતા જોવા મળે છે.

ફિલ્મ 'ગુલાબો સિતાબો'ને જોવા જવા માટે તમારે હવે થિએટરમાં જઈને ટિકિટની જરુર નથી, કારણકે આ ફિલ્મને થિએટરમાં નહીં પરંતુ ઓટીટી (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર રીલિઝ કરવામાં આવી રહી છે. આ એક ડ્રામા અને પારિવારિક ફિલ્મ છે. ફિલ્મમાં ભલે લડાઈ-ઝઘડો બતાવવામાં આવ્યો હોય પરંતુ દર્શકોનું ભરપૂર મનોરંજન થવાનું છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના ઉપરાંત વિજય રાઝ અને વ્રજેન્દ્ર કાલા પણ મહત્વના રોલમાં જોવા મળશે.

નોંધનીય છે કે અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના બીજીવાર ડિરેકટર સુજીત સરકાર સાથે કામ કરી રહ્યાં છે. આ પહેલા અમિતાભ બચ્ચન તેમની ફિલ્મ 'પીકૂ'માં તો આયુષ્માન ખુરાના ફિલ્મ 'વિકી ડોનર'માં જોવા મળ્યો હતો.(૨૩.૩)

(9:40 am IST)
  • લોકડાઉન દરમ્યાન મૂકેશ અંબાણીએ એકઠા કર્યા રૂ. ૬૪૦૦૦ કરોડ : દેશવ્યાપી લોકડાઉન દરમ્યાન એશિયાના સૌથી શ્રીમંત વ્યકિત મુકેશ અંબાણીએ એવું કરી બતાડયું જે અંગે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ પણ વિચારી ન શકે : લોકડાઉનના ૧ માસમાં તેમણે ૧૦ અબજ ડોલર એટલે કે ૬૪૦૦૦ કરોડ રૂપિયા મેળવ્યા છે આ રકમ તેમણે જિયોપ્લેટફોર્મ માટે મેળવ્યા છે : સર્વત્ર કામકાજ ઠપ્પ હતું ત્યારે તેમણે આ કામ નિપટાવ્યું : અમેરિકી કંપની કેકેઆર એન્ડ કંપનીએ જિયોમાં ૧૧૩.૭ અબજ રૂપિયા રોકવા જણાવ્યું છે તે ર.૩ ટકા હિસ્સેદારી ખરીદી રહ્યું છે : અંબાણીએ માર્ચ સુધીમાં રિલાયન્સને દેવામાંથી મુકત કરવાની જાહેરાત કરી છે access_time 3:25 pm IST

  • સુપ્રસિદ્ધ એસ્ટ્રોલોજર બેજાન દારૂવાલાને કોરોના પોઝીટીવઃ એપોલોમાં દાખલ : ૮૯ વર્ષના ખૂબ જ જાણીતા એસ્ટ્રોલોજર શ્રી બેજાન દારૂવાલાને કોરોનાનો ટેસ્ટ પોઝીટીવ આવતા તેમના હજારો - લાખો ચાહકો ચિંતામાં મૂકાયા છે : તેઓ ખૂબ જ જાણીતા કોલમીસ્ટ છે : સંખ્યાબંધ પુસ્તકો લખેલા છે : તેમની ગણેશા સંસ્થા ખૂબ પોપ્યુલર છે : અમદાવાદમાં રહે છે : તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા છે : તેમના પી.એ. શ્રી ચિરાગભાઈનો (મો.૮૧૪૧૨ ૩૪૨૭૫) ઉપર સંપર્ક કરવા પ્રયાસ કરતા ફોન ઉપાડેલ નહિં. access_time 2:15 pm IST

  • બ્રાઝિલ અને રશિયામાં સ્થિતિ કાબૂ બહાર: સાઉદી અરેબિયા અને યુએઈ-દુબઈમાં ઈદના દિવસે પણ મસ્જિદો બંધ રહેશે બ્રાઝિલમાં ૨૪ કલાકમાં 1188 મોત.: કોરોનાના કેસ ૨૪ કલાકમાં ૧૮,૫૦૦ નોંધાયા કુલ મૃત્યુ 20 હજાર ઉપર : રશિયામાં પણ એક જ દિવસમાં 150 મોત અને નવા 9 હજાર કેસ નોંધાયા છે access_time 11:53 pm IST