Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

દેશી ચાર્લીઝ એન્જલ્સ

અનન્યા પાન્ડેએ તેના બાળપણનો ફોટો શેર કરીને તેની બેસ્ટ ફ્રેન્ડ સુહાના ખાનને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. શાહરૂખ ખાનની દીકરી સુહાના ગઇકાલે ૧૯ વર્ષની થઇ છે. સુહાના, અનન્યા અને સંજય કપૂરની દીકરી શનાયા કપૂર ત્રણેય બેસ્ટ ફ્રેન્ડ છે. તેમણે બાળપણમાં હોલીવુડની ફિલ્મ 'ચાર્લીસ એન્જલ્સ' ની જેમ પોઝ આપીને ફોટો પડાવ્યો હતો. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં અનન્યાએ લખ્યું હતું કે 'મારી લિટલ બેબીનું દિલ ખૂબ જ મોટું છે. જન્મ દિવસની શુભેચ્છા. સુઇઇઇઇ... અમે તને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. 'ચાર્લીસ એન્જલ્સ.'

(11:01 am IST)