Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

હું સિંગલ જ છું: તારા સુતારીયા

સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ની બંને અભિનેત્રી ચર્ચામાં છે. અનન્યાની સાથે તારા સુતારીયાએ પણ આ ફિલ્મથી કારકિર્દી શરૂ કરી છે. તારા હાલમાં સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે ડેટ કરી રહ્યાની ચર્ચાઓ થઇ રહી છે. તારા અને સિધ્ધાર્થ અનેક વખત સાથે જોવા મળ્યા છે. જો કે તારાએ આ બધી વાતોને અફવા ગણાવી કહ્યું છે કે હું સિંગલ જ છું. પરંતુ લોકો આ વાત માનવા તૈયાર નથી. તારાએ સિધ્ધાર્થ સાથે અફેર વિશે પુછવામાં આવતાં કહ્યું હતું કે-સિધ્ધાર્થ ખુબ સારો બોયફ્રેન્ડ બની શકે તેમ છે, પરંતુ હું સંપુર્ણ રીતે સિંગલ છું. તારા અફવાઓને બાજુ પર મુકી બીજી ફિલ્મ 'મરજાવાં'ની તૈયારીમાં લાગી ગઇ છે. આ ફિલ્મમાં તેની સાથે સિધ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રિત સિંહ પણ છે. આ ઉપરાંત તેલુગુ ફિલ્મ આરએકસ-૧૦૦ની હિન્દી રિમેક પણ તે કરી રહી છે.

 

(9:06 am IST)
  • બિહારમાં હવામાનનો મિજાજ બદલાયો :કટિહારમાં સાંજે વરસાદ સાથે કરા પડ્યા :રાજ્યમાં કેટલાય સ્થળોએ વરસાદના અહેવાલ access_time 1:24 am IST

  • દિલ્હીના ભાજપ કાર્યાલયે જશ્નની ભવ્ય તૈયારીઓ : ૫ વાગ્યે નરેન્દ્રભાઈ પહોંચશે : ગાંધીનગરના કમલમ્ ખાતે પ્રચંડ ઉત્સાહનો જુવાળ access_time 12:44 pm IST

  • છત્તીસગઢના કોંડાગાંવમાં ચૂંટણી ડ્યૂટી દરમિયાન સીઆરપીએફ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું. તેઓ સ્ટ્રોંગ રૂમની સુરક્ષામાં તૈનાત હતાં. access_time 11:42 pm IST