Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

100 કરોડના ક્લબમાં સામેલ થશે ફિલ્મ 'રાઝી'

મુંબઇ: મોખરાની મહિલા ફિલ્મ સર્જક મેઘના ગુલઝારની ફિલ્મ રાઝીએ બોક્સ ઑફિસ પર ૧૦૦ કરોડની આવક તરફ દોટ મૂકી હોવાની નોંધ ફિલ્મ સૃષ્ટિના ટ્રેડ પંડિતોએ લીધી હતી. હરીન્દર સિક્કાની સહમત નવલકથા પરથી બનેલી આ ફિલ્મમાં એક મહિલા જાસૂસની વાત વણી લેવામાં આવી છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લઇ ચૂકેલા બે દોસ્તોમાં એક ભારતમાં અને બીજો પાકિસ્તાનમાં છે. ભારતના જમ્મુ કશ્મીર રાજ્યમાં રહેતો દોસ્ત પોતાની પુત્રી પાકિસ્તાની લશ્કરી અધિકારીના પુત્ર સાથે પરણાવે છે ત્યારે લાગ જોઇને ભારતીય ગુપ્તચર શાખાના અધિકારી મીર સાહેબ આ યુવતીને જાસૂસીની કલા શીખવીને પાકિસ્તાન મોકલે છે. એ યુવતી એટલે સહમત જેના નામ પરથી નવલકથા ટાઇટલ નક્કી થયુ ંહતું.  મેઘનાએ ફિલ્મનું ટાઇટલ રાઝી રાખીને ફિલ્મ બનાવી જેમાં પાકિસ્તાની લશ્કરી અધિકારી તરીકે વીકી કૌશલ અને સહમત તરીકે આલિયા ભટ્ટને લીધી. ફિલ્મ રજૂ થયાના ત્રીજા સપ્તાહે મોઢામોઢ થયેલી પબ્લિસિટીના પગલે ફિલ્મ હિટ નીવડવા જઇ રહી છે. ૨૨ મે સુધીમાં આ ફિલ્મે ૮૨ કરોડની આવક નોંધાવી હતી એટલે ટ્રેડ પંડિત માનતા થયા હતા કે રાઝી ૧૦૦ કરોડની કમાણી સહેલાઇથી કરી શકશે.

 

 

(4:24 pm IST)