Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

વિકલાંગ માતાની ભૂમિકામાં નજરે પડશે દેશી ગર્લ પ્રિયંકા ચોપરા

મુંબઇ : ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ઘરઆંગણે વધુ એક  ફિલ્મ સાઇન કરી હોવાની જાણકારી મળી હતી. ફિલ્મમાં એક એક વિકલાંગ બાળાન માતાનો રોલ કરશે એવી માહિતી પણ મળી હતી.

હાલ પ્રિયંકા અમેરિકામાં છે અને એબીસી ટીવી ચેનલની હિટ સિરિયલ ક્વોન્ટિકોની ત્રીજી અને ફાઇનલ સીઝન પૂરી કરી રહી છે. દરમિયાન, ઘરઆંગણે એણે અલી અબ્બાસ ઝફરની ભારત સાઇન કરી હતી જેમાં સુપર સ્ટાર સલમાન ખાન હીરો છે. લેટેસ્ટ માહિતી મુજબ પ્રિયંકાઓ સોનાલી બોઝની એક ફિલ્મ પણ સાઇન કરી હતી જેમાં એક ટીનેજર બાળાની માતાનો રોલ કરવા સંમત થઇ હતી.

સમર્થનવિહોણા એક અહેવાલ મુજબ દંગલ ફેમ ઝાઇરા વસીમ ટીનેજર બાળાનો રોલ કરશે. સોનાલી બોઝની નિકટનાં સૂત્રોએ જણાવ્યા મુજબ પ્રિયંકાએે સોનાલીની આગલી ફિલ્મ માર્ગારિટા વીથ સ્ટ્રો જોઇ હતી જેમાં એક વિકલાંગ લેસ્બિયન મહિલાનાં સપનાંની વાત હતી.

અત્યાર અગાઉ પ્રિયંકાએ દોસ્તાના ફિલ્મમાં એક બાળકની સિંગલ મધરનો રોલ કર્યો હતો તેમ યશ રાજની પ્યાર ઇમપોસિબલમાં પણ માતાનો રોલ કર્યો હતો એટલે એને રોલની કશી નવાઇ રહી નથી. એણે સોનાલી બોઝને રોલ કરવાની હા પાડી હતી. માહિતી આપનારા સૂત્રે કહ્યંુ કે ઝાઇરા પુત્રીના રોલમાં સરસ છે પરંતુ પ્રિયંકાની પુત્રી તરીકે ચાલે નહીં.

 

(4:23 pm IST)