Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

હું તો અકસ્માતે ફિલ્મોમાં આવી ગઈ છું: તાપસી પન્નુ

મુંબઇ:  ટોચની ગણાતી થઇ ગયેલી અભિનેત્રી તાપસી પન્નુએ કહ્યુ હતું કે ફિલ્મોમાં  અભિનય કરવાનં મારું કોઇ પ્લાનિંગ નહોતું. હું તો અકસ્માતે ફિલ્મોમાં આવી ગઇ છું. 'તમે હોલિવૂડની ક્યાં વાત કરો છો, હું તો બોલિવૂડમાં પણ આવવાની નહોતી. ફિલ્મોમાં અભિનય કરવાનું મારું પ્લાનિંગ નહોતું. તો આવી ગઇ. એકવાર આવી ગઇ એટલે દિલ દઇને કામ કર્યું પરિણામે આજે જે સ્થાને છું ત્યાં પહોંચી છું' એમ તાપસીએ કહ્યું હતું. અક્ષય કુમારની નીરજ પાંડે નિર્દેશિત બેબી ફિલ્મમાં એનો રોલ જોયા પછી અક્ષયે બેબીની સિક્વલમાં એને મુખ્ય રોલ આપવાની ભલામણ કરી હતી. ફિલ્મ નામ શબાનાથી તાપસી ઊંચકાઇ અને વરુણ ધવન સાથેની જુડવા ટુ પછી રાતોરાત લિસ્ટની કલાકાર ગણાતી થઇ ગઇ હતી.

(4:22 pm IST)