Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

મરાઠી અભિનેતા ડો, હેમુ અધિકારીનું નિધન :મરાઠી થિયેટરના આ જાણીતા કલાકારને ફેફસાની બીમારી હતી

સંજયદત્તની ફિલ્મ 'લગે રહો મુન્નાભાઈ'માં રિટાયર્ડ ટીચરના રોલ કર્યો હતો

મુંબઈ ;બોલીવુડના અભિનેતા સંજય દત્તની ફિલ્મ 'લગે રહો મુન્નાભાઈ'માં એક નાનકડા રોલમાં અભિનયના ઓજશ પાથરી દાદ મેળવનારા જાણીતા મરાઠી એક્ટર ડૉ હેમૂ અધિકારીનું ગઈકાલે 81 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. તેઓ ફેફસાની બિમારીથી પિડાતા હતા. તેઓ મરાઠી થિયેટરના ખૂબ જાણીતા કલાકાર હતા. તેમણે નાટકો ઉપરાંત હિન્દી અને મરાઠી ભાષાની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ફિલ્મ 'લગે રહો મુન્નાભાઈ'માં રિટાયર્ડ ટીચરના રોલ કર્યો હતો

(11:20 am IST)