Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

અદિતીએ કરાવ્યું હોટ બોલ્ડ ફોટોશૂટ

બોલીવૂડ અભિનેત્રી અદિતી રાવ હૈદરી છેલ્લે દાસ દેવ ફિલ્મમાં જોવા મળી હતી. તેણે તાજેતરમાં ખુબ જાણીતા મેગેઝીન વોગ માટે હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં અદિતી ખુબ જ હોટ અને બોલ્ડ દેખાઇ રહી છે. એક તસ્વીરમાં અદિતીએ બ્લાઉઝ સાથે મેચિંગ ટ્રાઉઝર પહેર્યુ છે, જેમાં તે અત્યંત ગ્લેમરસ દેખાઇ રહી છે. અન્ય તસ્વીરમાં સ્વીમ શૂટ પહેર્યુ છે. સાથે માથા પર સ્કાર્ફ બાંધ્યો છે. આ જ રીતે જુદા-જુદા ડ્રેસીસમાં અનેક પોઝ આપ્યા છે. અદિતીએ કહ્યું હતું કે તેનો જન્મ હૈદરાબાદમાં થયો છે, પણ મોટી દિલ્હીમાં થઇ છે. તે પણ બીજી છોકરીઓની જેમ કુર્તા, બીંદી અને ચોટીવાળા લૂકમાં રહેતી હતી. તેને ભારત નાટયમ્ ખુબ પસંદ હતું.  તેને ફિટ રહેવાની સલાહ નાનીએ આપી હતી. આ માટે તેને સાઇકલ હંકારવાની અને બેડમિન્ટન રમવાની અને યોગા તથા ડાન્સ શીખવાની સલાહ પણ અપાઇ હતી.

(9:47 am IST)