Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ફિલ્મના બજેટ મુજબ પોતાની ફી નક્કી કરે છે કંગના રનૌત

કંગના રનૌત હમેંશા કોઇને કોઇ બાબતે વિવાદમાં રહેતી હોય છે. હાલમાં તે ફિલ્મ મણિકર્ણિકા-ધ કવીન ઓફ ઝાંસીના કામમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે મહારાણી   લક્ષ્મીબાઇનો રોલ નિભાવી રહી છે. આ ફિલ્મ માટે તેણે દસ કરોડની ફી વસુલી છે. ફિલ્મનું શુટીંગ નવેમ્બર ૨૦૧૭થી શરૂ થયું છે. આ ફિલ્મ માટે કંગનાએ ૧૨૦ દિવસ ફાળવ્યા છે. કંગના સાથે જોડાયેલા લોકો કહે છે કે કંગના ગમે ત્યારે ગમે તેટલી મોટી ફી વસુલતી નથી. એ ફિલ્મનું બજેટ જોયા પછી પોતાની ફી નક્કી કરે છે. સિમરન માટે તેણે છ કરોડ લીધા હતાં.  મેન્ટલ હૈ કયા ફિલ્મ  ઓછા બજેટની છે. આ માટે આઠ કરોડ જ લીધા છે. મણિકર્ણિકા મોટા બજેટની હોવાની દસ કરોડ ફી લીધી છે. આ ફિલ્મના નિર્માતા કમલ જૈન છે.

(9:46 am IST)