Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

દિશાની દિશા બદલાઇ રહી છે

બોલીવૂડમાં એક પછી એક ફિલ્મો મેળવી રહેલી દિશા પટાનીના નસિબ ઉઘડી ગયા છે. સલમાન ખાન સાથે એક ફિલ્મ મળ્યા પછી હવે રિતીક રોશન સાથે પણ ફિલ્મ મળી છે. વર્ષ ૨૦૧૫માં તમિલ ફિલ્મ લોફરથી કારકિર્દી શરૂ કરનાર દિશાને બોલીવૂડમાં એમ. એસ. ધોની-ધ અનટોલ્ડ સ્ટોરીમાં રોલ મળ્યો હતો. રિયલ લાઇફમાં ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ ગણાતી દિશાએ એ પછી કુંગ ફુ યોગા પણ કરી હતી. છેલ્લે તે ટાઇગર સાથે બાગી-૨માં જોવા મળી હતી. સલમાન ખાન સાથે તેને ભારત ફિલ્મમાં રોલ મળ્યો છે. તો હવે રિતીક સાથે પણ તે રોમાન્સ કરવાની છે. રિતીક હાલમાં સુપર-૩૦ના શુટીંગમાં વ્યસ્ત છે. રોહિત ધવનની આગામી ફિલ્મમાં તે કામ કરવાનો છે. આ ફિલ્મ માટે હિરોઇન તરીકે દિશાની પસંદગી થઇ છે. દિશા આ કારણે ખુબ જ ખુશ છે.

(9:45 am IST)