Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

બાંગ્લાદેશમાં રોહિંગ્યા રેફયુજી કેમ્પની મુલાકાતે પ્રિયંકા

પ્રિયંકા ચોપડા હાલમાં બાંગ્લાદેશની મુલાકાતે ગઈ છે. તે લંડનમાં રોયલ વેડિંગમાં હાજરી આપવા ગઈ હતી. ત્યાંથી તે સીધી બાંગ્લાદેશ ગઈ છે. પ્રિયંકા યુનિસેફની ચાઈલ્ડ રાઈટ્સ માટેની ગુડવિલ એમ્બેસેડર છે. પ્રિયંકા બાંગ્લાદેશના રોહિંગ્યા રેફયુજી કેમ્પની મુલાકાતે ગઈ છે. બાંગ્લાદેશમાં રહેતા મ્યાનમારના રેફયુજીઓને રોહિંગ્યા રેફયુજી તરીકે ઓળખવામાં આવે છે. આ કેમ્પનાં બાળકોની હેલ્થ અને શિક્ષણ માટે પ્રિયંકા ત્યા ગઇ છે. ૨૦૧૭ના ઓગસ્ટથી લઈને અત્યાર સુધીમાં ટોટલ સાત લાખથી વધુ રેફયુજીઓ બાંગ્લાદેશમાં રહે છે. મ્યાનમારે આ લોકોને નાગરિકત્વ આપવાની પણ ના પાડી દીધી છે. પ્રિયંકાએ છેલ્લે જોર્ડનમાં સિરિયન રેફયુજી કેમ્પની મુલાકાત લીધી હતી. લંડનથી ઢાકા જતી વખતનો ફોટો પ્રિયંકાએ પ્લેનમાંથી શેર કરવાની સાથે બાળકો સાથેના ફોટો શેર કર્યા હતા.

(3:43 pm IST)