Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

અમિતાભ-નસિરૂદ્દીન અને તાપસીઃ 'બદલા'નું શુટીંગ આવતા મહિનાથી શરૂ

બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને અભિનેત્રી તાપસી પન્નુ ફરીથી એક સાથે જોવા મળશે. થોડા સમય પહેલા આ વિશે ચર્ચાઓ જાગી હતી. પરંતુ હવે એ ફાઇનલ થઇ ગયું છે કે અગાઉ પિન્કમાં જોવા મળેલા અમિતાભ અને તાપસી હવે સુજોય ઘોષની ફિલ્મમાં ફરીથી એક સાથે કામ કરશે. આ ફિલ્મનું નામ 'બદલા' રાખવામાં આવ્યું છે. પહેલા સુજોયએ આ ફિલ્મમાં વિદ્યા બાલનને લેવાનું નક્કી કર્યુ હતું. પરંતુ હવે તાપસીને લેવામાં આવી છે. ત્રીજા મહત્વના રોલમાં નસિરૂદ્દીન શાહ પણ હશે. આ ફિલ્મનું શુટીંગ આવતા મહિનાથી શરૂ થઇ જશે. બદલા લેવાની આ કહાની પર ફિલ્મ બનાવવામાં સુજોયને દસ વર્ષનો સમય લાગી ગયો છે. તેણે સ્ક્રિપ્ટ તો લખી રાખી હતી પણ ટાઇટલ મળતું નહોતું. કારણ કે આ ટાઇટલ બીજા નિર્માતા પાસે હતું. ફિલ્મનું શુટીંગ લંડન અને સ્કોટલેન્ડમાં સળંગ એક મહિનામાં પુરૂ કરીલેવાશે.

(9:51 am IST)