Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

જુહુ વિસ્તારમાં રૂપિયા ૧૪. ૨૫ કરોડનો બંગલો ખરીદ્યો વિવેક ઓબેરોયે

મુંબઇ:  વિવેક ઓબેરોયે મુંબઇના જુહુ વિસ્તારમાં તાજેતરમાં રૂપિયા ૧૪. ૨૫ કરોડન ોબંગલો ખીરદ્યો છે. રેડી રેકનર રેટના પ્રમાણે આ બંગલાની કિંમત રૂપિયા ૧૦. ૫૯ કરોડ જેટલી થાય છે. વિવેકે આ બંગલાનું રજિસ્ટ્રેશન ૨૭ માર્ચના કર્યું છે. આ બંગલો જુહુના રાઉટ લેન્ડમાં આવેલો છે. અભિનેતાને આ બંગલા સાથે કાર પાર્કિંગની સગવડ પણ મળી છે. આ બંગલાનો બિલ્ટ-્પ એરિયા ૨૩૪. ૨૦ સ્કેવર મીટર, જ્યારે બંગલાનીકારપેટ  એરિયા,૧૦૦ સ્કેવર ફીટ  છે. આ બંગલાના રજિસ્ટ્રેશન માટે વિવેક રૂપિયા ૮૫. ૫૦ લાખ ચુકવ્યા છે. આ બંગલો બે માળનો છે. વિવેકે આ બંગલો જાણીતી રેસ્ટોરાના માલિક પાસેથી ખરીદ્યો  છે. તેણ જણાવ્યું હતુ કે, જુહુના નિવાસી જ જુહુના એરિયાની કિંમત સમજી શકે. આમ પણ હાલ વિવેક ઓબેરોય જુહુની ગોલ્ડન બીચ સોસાયટીમાં હે છે. ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટે પણ જુહુમાં હાલ રૂપિયા ૧૩. ૧૧ કરોડમાં ૨, ૩૦૦  સ્કેવર ફીટનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. 

(5:22 pm IST)