Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

જેનિફરને લઇને બનાવાશે 'બેહદ-૨'

ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટનો શો 'બેહદ' ખુબ જ લોકપ્રિય થયો હતો. આ શોની હવે બીજી સિઝન આવી રહી છે. જેનિફરે બેહદમાં એક ઝનૂની પ્રેમિકાનો નેગેટિવ રોલ નિભાવ્યો હતો, જેને ખુબ પ્રશંસા મળી હતી. ટીવી પરદાની સોૈથી પ્રભાવશાળી અને દેખાવડી અભિનેત્રીઓમાં જેનિફરનું નામ સામેલ છે. બેપનાહ શોમાં પણ તેણે અદ્દભુત કામ કર્યુ હતું. આ શો પણ સુપરહિટ રહ્યો હતો. જેમાં તેની સાથે હર્ષદ ચોપડા હતો. હવે બેહદના મેકર્સ આ શોની આગળની કડી લાવી રહ્યા છે. જેમાં જેનિફર સાથે હર્ષદને લેવાની વિચારણા થઇ રહી છે. પહેલી સિઝનમાં જેનિફર સાથે કુશાલ ટંડને અર્જૂનનો રોલ નિભાવ્યો હતો. તે બીજી સિઝન કરવાના મૂડમાં નથી. બેહદ-૨ જલ્દી શરૂ થાય તેવી ચાહકોની ઇચ્છા છે.

(10:00 am IST)