Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

શ્રુતિ હસનની વધુ એક હિન્દી ફિલ્મ

કમલ હસનની દિકરી શ્રુતિ હસન સાઉથની ફિલ્મો ઉપરાંત બોલીવૂડમાં પણ કામ કરતી રહે છે. અભિનયની સાથે તે ગાયકીમાં પણ સારી ફાવટ ધરાવે છે. ફરી એક વખત તે હિન્દી ફિલ્મમાં જોવા મળશે. વિદ્યુત જામવાલ 'પાવર' નામની ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની જોડી શ્રુતિ હસન સાથે બનશે. મહેશ માંજરેકર આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મ હોલીવૂડની કલાસીક ફિલ્મ ધ ગોડફાધર પર આધારીત છે. ફિલ્મમાં મુંબઇ અન્ડરવર્લ્ડની કહાની છે. ફિલ્મનું શુટીંગ ગયા વર્ષે જ શરૂ થઇ ગયું હતું. નિર્માતા વિજય ગલાની કહે છે આ એક એકશન ફિલ્મ છે. જેમાં વિદ્યુતનો રોલ દેવીદાસ ઠાકુરનો છે. જે લાંબી સફર પછી પાવરફુલ ડોન બની જાય છે અને પિતાની જવાબદારી સંભાળે છે. મહેશ માંજરેકરે ફિલ્મમાં વિદ્યુતના પિતાનો રોલ નિભાવ્યો છે. મરાઠી અભિનેતા પણ આ ફિલ્મમાં જોવા મળશે.

 

(9:59 am IST)