Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

નમસ્તે લંડનની રિલીઝ તારીખમાં થયો ફેરફાર

મુંબઈ:ટોચના ફિલ્મ સર્જક વિપુલ અમૃતલાલ શાહની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ નમસ્તે લંડનને અગાઉ આ વર્ષના ડિસેંબરમાં રજૂ કરવાની ફિલ્મસર્જકની યોજના હતી. પરંતુ લેટેસ્ટ સમાચાર મુજબ આ ફિલ્મ વહેલી રજૂ કરવાનો નિર્ણય ફિલ્મ સર્જકે કર્યો હતો. આ ફિલ્મમાં ઇશકઝાદેંની જોડી અર્જુન કપૂર અને પરિણિતી ચોપરા ચમકી રહ્યાં છે. અગાઉ પંજાબના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં વિપુલે શૂટિંગ કર્યું ંહતું. વિપુલના સેટ પર શિસ્તબદ્ધ વાતાવરણ રહેતું હોવાથી વચ્ચેના સમયગાળામાં શ્રીદેવીના નિધનના પગલે અર્જુને રજૂ પાળી હોવા છતાં એણે ત્યારબાદ રોજ અઢાર અઢાર કલાક કામ કરીને ફિલ્મ સમયસર પૂરી થાય એ માટે વિપુલને સાથ આપ્યો હતો. આમ ફિલ્મ હવે સમયસર પૂરી થવાની ખાતરી થઇ જતાં વિપુલે ડિસેંબરને બદલે ફિલ્મ વહેલી રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આ માહિતી આપનારાં યુનિટ મેમ્બરે કહ્યું કે તાજેતરમાં વિપુલ સરે ફિલ્મના પંજાબના શિડયુલને સમયસર પૂરું કર્યું હતું. અગાઉ વિપુલે કેટરિના કૈફ અને અક્ષય કુમારને લઇને નમસ્તે ઇંગ્લેંડ ફિલ્મ બનાવી હતી. હવે નમસ્તે લંડન બનાવી રહ્યા છે. એના પ્રવક્તાએ કહ્યું કે અમે પંજાબનાં એવાં sલોકેશનો શોધ્યાં છે જે અગાઉ કદી કોઇ ફિલ્મમાં જોવા ન મળ્યાં હોય.

 

 

(6:20 pm IST)