Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

મૌનીને મળી રહી છે ધડાધડ ફિલ્મો

ટીવી પરદેથી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહેલી મૌની રોય દબંગ-૩માં પણ મહત્વના રોલમાં હશે. તેને ધડાધડ ફિલ્મો મળવા માંડી છે. સલમાન ખાન આ ફિલ્મનું શુટીંગ હવે શરૂ કરશે અને ફિલ્મ ૨૫ જાન્યુઆરી-૨૦૧૯ના રોજ રિલીઝ થશે. પહેલા એવી ચર્ચા હતી કે દબંગ-૩માં સોનાક્ષી સિન્હાને સ્થાન નહિ મળે. પણ હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે સોનાક્ષી મુખ્ય રોલમાં છે. નિર્માતા અરબાઝ ખાને કહ્યું હતું કે સોનાક્ષી વગર ફિલ્મની કલ્પના થઇ શકે નહિ. સોનાક્ષી આ સિરીઝનો મહત્વનો ભાગ છે. મૌની રોયને પણ આ ફિલ્મ સાથે જોડવામાં આવી છે. સલમાન તેને ખુબ પસંદ કરે છે. બિગ બોસના સેટ પર બંનેએ મુલાકાત પણ કરી હતી. મૌનીને સલમાન લોંચ કરવાનો હતો. પણ એ પહેલા તેને અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડમાં હિરોઇન બનવાની તક મળી ગઇ છે. આ ઉપરાંત બ્રહ્માસ્ત્રમાં પણ તે કામ કરી રહી છે. મૌનીને દબંગ-૩માં પંદરથી વીસ મિનીટનો રોલ મળ્યો છે.

(9:50 am IST)