Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

નોળીયા પછી હવે નાગરાજ બનીને આવી રહ્યો છે રજત

એકતા કપૂરના શો નાગિન-૩માં રજત ટોકસને પણ રોલ મળ્યો છે. નાગિનના પહેલા ભાગમાં રજતે ઇચ્છાધારી નોળીયાનો રોલ નિભાવ્યો હતો. હવે નવી સિઝનમાં તેને નાગરાજનો રોલ અપાયો છે. રજતે પોતાની કાયાને ખુબ જ બદલી નાંખી છે. બાહુબલી જેવું બદન રજતને અલગ જ લૂક આપી રહ્યું છે. ફ્રેન્ચ કટ દાઢી અને નવી હેરસ્ટાઇલ સાથે રજતને ઓળખવો પણ મુશ્કેલ છે. ૧૯ જુલાઇ ૧૯૯૧નો રોજ દિલ્હીમાં જન્મેલો રજત ૨૦૦૬થી ટીવી પરદે કામ કરી રહ્યો છે. તેનો પહેલો શો ડીડી નેશનલ પર બોન્ગો હતો. એ પછી તેને પૃથ્વીરાજ ચોૈહાણનો યુવાનીનો રોલ મળ્યો હતો. જોધા અકબર નામના શોમાં જલાલુદ્દીન મહોમ્મદ અકબરનો રોલ પણ તેણે નિભાવ્યો હતો. આ ઉપરાંત તે ધરમવીર, કેશવ પંડિત, બંદની, ફિઅર ફાઇલ્સ, ચંદ્ર નંદીની જેવા શો પણ કરી ચુકયો છે.

(9:49 am IST)