Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

મણિકર્ણિકા' બાદ કંગના રનૌત કરશે જયલલિતાની બાયોપિક; તમિલ અને હિન્દી ભાષામાં બનશે

એએલ વિજય દિગ્દર્શિત કરશે: જે કેવી વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા લિખિત. વિષ્ણુ વર્ધન ઇંદુરી અને શૈલેશ આર સિંહ પ્રોડ્યુસ કરશે

 

મુંબઈ : 'મણિકર્ણિકા' બાદ કંગના રનૌત જયલલિતાની બાયોપિક કરશે જયલલિતાની બાયોપિક માટે  લાંબા સમયથી અટકળો લગાવવામાં આવી રહી છે તે હવે વાસ્તવિક બનાવ તરફ છે  ગત વર્ષથી બોલીવુડમાં બાયોપિક્સની બોલબાલા ચાલી રહી છે, પહેલા જ્યાં ખેલાડીઓની બાયોપિક્સે બોક્સ ઓફિસ પર ધમાલ કરી તો હવે ચૂંટણીના સમયમાં રાજનીતિના ચહેરાની બાયોપિક્સ રિલીઝ થવા માટે તૈયાર છે.

 સાઉથની અભિનેત્રી અને રાજનેત્રી રહેલા જયલલિતાની બાયોપિક બનવાની તૈયારી થઈ ચુકી છે. જેમાં બોલીવુડ ક્વીન કંગના રનૌત જોવા મળશે. કંગનાએ વર્ષેની શરૂઆતમાં ઝાંસીની રાનીની બાયોપિક 'મણિકર્ણિકા ક્વીન ઓફ ઝાંસી'થી બોક્સ ઓફિસ પર હંગામો મચાવ્યો હતો તો તે આવનારા વર્ષમાં શાનદાર વ્યક્તિની બાયોપિકમાં જોવા મળશે

   ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના સોશિયલ મીડિયા પર જાણકારીને શેર કરી છે. સૂચનાને આપતા તરણે પોતાના પોસ્ટમાં લખ્યું છે, 'કંગના રનૌત જલ્દી જયલલિકાની ભૂમિકામાં. બાયોપિક બે ભાષાઓ તમિલ અને હિન્દીમાં બનાવવામાં આવશે.' ફિલ્મ એએલ વિજય દિગ્દર્શિત કરશે. જે કેવી વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા લિખિત. વિષ્ણુ વર્ધન ઇંદુરી અને શૈલેશ આર સિંહ પ્રોડ્યુસ કરશે. તરણ આદર્શની સાથે ટ્રેડ એનાલિસ્ટ જલાપથી ગુડેલીએ પણ વાતનું સમર્થન કર્યું છે

   જયલલિતા સિનેમા જગતની સાથે ભારતીય રાજનીતિનું એક મોટુ નામ રહ્યું છે. તમિલ, તેલુગૂ અને કન્નડ ફિલ્મોમાં અભિનયની સાથે તેઓ 1991થી લઈને 2016 સુધી તમિલનાડુના સીએમ પદે પણ હતા. તેમનું નિધન વર્ષ 2016માં થયું હતું

 

(12:11 am IST)