Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ફિલ્મ ‘કંલક’નું બીજું સોંગ ‘ફર્સ્ટ ક્લાસ’ રિલીઝ

મુંબઈ: બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘કંલક’નું બીજું સોંગ ‘ફર્સ્ટ ક્લાસ’ રિલીઝ થયું છે. થોડા દિવસ પહેલા ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થયું હતું જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જ્યારે આજે ફિલ્મનું બીજું સોંગ ‘ફર્સ્ટ ક્લાસ’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં વરુણ ધવનની સાથે કિયારા આડવાણી નજરે આવી રહી છે. આ ગીતમાં ડાન્સ સાથે ઇમોશન્સ પણ છે. આ ગીતમાં આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂરના લગ્ન થતા દેખાડવામાં આવ્યા છે. પરંતુ આ સોંગની લાઇમ લાઇટ છે વરુણ ધવન. સોંગમાં વરુણ અને કિયારાએ જબરદસ્ત ડાન્સ કર્યો છે. આ ગીતનું સંગીત પ્રીતમે આપ્યું છે જ્યારે ગીતનું લખાણ અમિતાભ ભટ્ટાચાર્યનું છે. કંલકના આ બીજા સોંગને અરિજીત સિંઘ અને નીતિ મોહને પોતાની અવાજ આપી છે. જ્યારે ડાન્સની વાત કરીએ તો ગીતની કોરિયોગ્રાફી રેમો ડિસૂઝાએ કરી છે. આ સોંગ એક ડાન્સ નંબર છે જેના અંતે માધુરી દીક્ષિત હસતા નજરે આવે છે. આ સોંગ એટલા માટે પણ શાનદાર છે કારણ કે આમાં 1950ની થીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ફિલ્મનું પહેલું સોંગ ‘ઘર મોરે પરદેસિયા’ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં વરુણ ધવન, આલિયા ભટ્ટ અને માધુરી દીક્ષિતની જોડી દેખાઈ રહી છે.

 

 

 

(6:20 pm IST)