Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

હોલીવુડ પૉપ સિંગર જુંગ જૂન-યંગની સેક્સ સ્કેન્ડલમાં ધરપકડ

મુંબઇ:  સાઉથ કોરિયાના ટોચના પોપ સિંગર જુંગ જૂન-યંગની કહેવાતા સેક્સ સ્કેન્ડલમાં સંડોવણી બદલ પોલીસે ધરપકડ કરી હોવાના અહેવાલ અમેરિકી અને બ્રિટિશ મિડિયામાં પ્રગટ થયા હતા.આ પોપ સિંગર ભલે સાઉથ કોરિયાનો હોય, એણે અમેરિકા અને યૂરોપના દેશોમાં પણ સારી એવી લોકપ્રિયતા હાંસલ કરી હતી. તાજેતરમાં સમગ્ર સાઉથ કોરિયામાં ખળભળાટ મચાવનારું એક સેક્સ સ્કેન્ડલ બહાર આવ્યું હતું જેમાં સાઉથ કોરિયાની સંખ્યાબંધ હૉટલોમાં  પ્રવાસી તરીકે ઊતરતાં યુગલોની પોર્ન ક્લીપ કરવાની ઘટના સંકળાયેલી હતી.બ્રિટિસ મિડિયાએે જણાવ્યા મુજબ આ સ્કેન્ડલમાં ૧૫૦૦થી વધુ મહેમાનોની પોર્ન ક્લીપ ટચૂકડા કેમેરા દ્વારા લેવામાં આવી હતી જે સેૈક્સ વેચતી વેબસાઇટને આપવામાં આવી હતી. પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા મનાતા ચાર જણની ધરપકડ કરી હતી.જુંગ જૂન-યંગે પણ મિડિયા સમક્ષ એવી કબૂલાત કરી હતી કે મેં મારા પાર્ટનરની જાણ બહાર એની સાથેની સેક્સની વિડિયો ક્લીપ ઊતારી હતી અને એ સંબંધિત વેબસાઇટને વેચી હતી. 

 

 

(6:17 pm IST)