Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

બેટમેન ડિસેમ્બરમાં જશે ફ્લોર પર

મુંબઇ: મોખરાના અભિનેતા મેટ રીવ્સને હીરો તરીકે ચમકાવતી અને ડીસી કોમિક્સના સુપર હીરોઝની સૌથી લોકપ્રિય સિરિઝ ગણાતી બેટમેનની કથા ધરાવતી ફિલ્મ આ વર્ષના ડિસેંબરમાં ફ્લોર પર જશે એવા અહેવાલ પ્રગટ થયા હતા. હોલિવૂડ રિપોર્ટરના એક અહેવાલ મુજબ બેન એફ્લેક આ ફિલ્મમાં માસ્ક પહેરેલા બેટમેન તરીકે રજૂ નહીં થાય પરંતુ મેટ રીવ્સ બેટમેન તરીકે રજૂ થશે.આ વર્ષના આરંભમાં બેન એફ્લેકે એવી જાહેરાત કરી હતી કે હું હવે બેટમેન તરીકે રજૂ થવા ઇચ્છતો નથી. સારો એવો લાંબો સમય મેં આ રોલ કર્યો છે. હવે મને એમાં બહુ રસ નથી. મારા બદલે કોઇ યુવાન કલાકારને તક આપવી જોઇએ. એટલે મેટ રીવ્સને પસંદ કરવામાં આવ્યો હતો.

(6:15 pm IST)