Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

''રેસ-3 ''ના સેટ પર અભિનેત્રી જેકલીનને આંખમાં ઇજા

સ્ક્વોશ રમતી વખતે બોલ તેની આંખમાં વાગતા લોહી વહ્યું :હોસ્પિટલમાં લઇ જવાઈ

મુંબઈ ;બોલીવુડની અભિનેત્રી જેકલીન ફર્નાડીઝને રેસ-3ના સેટ પર આંખમાં ઇજા પહોંચી છે જેકલીન ‘રેસ 3’ના શૂટિંગમાં વ્યસ્ત છે સેટ પર સ્ક્વોશ રમતી વખતે તેને આંખમાં ઇજા થઈ હતી અને તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી

  એક વેબસાઇટના અહેવાલ મુજબ, સ્ક્વોશ રમતી વખતે બોલ તેની આંખમાં વાગ્યો હતો. ત્યાર બાદ તેને તુરંત હોસ્પિટલ લઈ જવાઈ હતી. તેની આંખોમાંથી લોહી નીકળ્યું હતું. સારવાર અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાશે.

  જેક્લીને 24 માર્ચે પુણેમાં સલમાન ખાનની ‘દબંગ ટૂર’માં પર્ફોર્મ કરવાનું હતું. હાલમાં જ ‘બાગી 2’નું તેનું આઇટમ નંબર ‘એક દો તીન…’ રિલીઝ થયું છે. આ ગીત રિલીઝ થયા બાદ તેની ખૂબ ટીકા પણ કરવામાં આવી રહી છે.

‘રેસ 3’માં તેની સાથે સલમાન ખાન, બૉબી દેઓ, અનિલ કપૂર, ડેઝી શાહ છે.

(1:25 am IST)