Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

આજથી ત્રણ ફિલ્મો 'હિચકી', 'બા બા બ્લેકશીપ' અને 'શાદી તેરી બજાયેંગે હમ બેન્ડ' રિલીઝ

આજથી ત્રણ ફિલ્મો 'હિચકી', 'બા બા બ્લેકશીપ' અને 'શાદી તેરી બજાયેંગે હમ બેન્ડ' રિલીઝ થઇ છે.

ફિલ્મ 'હિચકી'ના નિર્માતા મનિષ શર્મા, આદિત્ય ચોપડા અને નિર્દેશક સિધ્ધાર્થ પી. મલ્હોત્રા છે. સંગીત જેસલીન રોયલ, હિતેષ સોનીકનું છે. જ્યારે મુખ્ય કલાકાર તરીકે રાની મુખર્જી છે. તેની આ કમબેક ફિલ્મ છે. સાથે હર્ષ મેયર, સુપ્રિયા પિલગાંવકર, કુનાલ શિન્દે, શિવકુમાર સુબ્રમનીયમ, નિરજ કબી, આસીફ બસરા, ઇવાન, સુપ્રિયો બોસ સહિતની ભૂમિકા છે. 

રાની મુખર્જી છેલ્લે મર્દાની ફિલ્મમાં દેખાઇ હતી. લાંબા સમય પછી તેણે કમબેક કર્યુ છે. આ ફિલ્મ ૨૦૦૮માં આવેલી ફ્રન્ટ ઓફ ધ કલાસ ફિલ્મથી પ્રેરિત છે. રાની નૈના માથુર નામની મહિલાના રોલમાં છે. જે ટોરટેસ સિન્ડ્રોમ નામની બિમારી ધરાવે છે. આ કારણે તે શિક્ષીકા તરીકેની નોકરી માટેના અનેક ઇન્ટરવ્યુમાં નાપાસ થાય છે. પરંતુ તે હાર માનતી નથી. અંતે તેને એક પ્રતિષ્ઠીત સ્કૂલમાં નોકરી મળી જાય છે. તે પોતાના વિરોધી અને પરેશાન કરતાં છાત્રોને  સુધારવાના તમામ શકય પ્રયત્નો કરે છે. હિચકી આત્મવિશ્વાસ અને આશાની ઉજવણી સમાન ફિલ્મ છે. પડકારોનો સામનો કઇ રીતે કરવો તે આ ફિલ્મ સુચવે છે.

બીજી ફિલ્મ 'બાબા બ્લેકશીપ'ના નિર્માતા આનંદ સ્વરૂપ અગ્રવાલ, ક્રિષ્ના દાતલા અને નિર્દેશક વિશ્વાસ પાંડ્યા છે. ફિલ્મમાં અનુપમ ખેર, મનિષ પોૈલ, અનુ કપૂર, કેકે મેનન, મંજરી ફડનવીસ, મનિષ વાઢવા, નતાશા સુરી, સાહિલ વૈદ, આકાશ દાભડે, વિનીત શર્મા સહિતને અભિનય આપ્યો છે. આ કોમેડી પ્રકારની ફિલ્મ છે.

ત્રીજી ફિલ્મ 'શાદી તેરી બજાયેંગે હમ બેન્ડ'ના નિર્માતા વરૂણીકા ભાટીયા, રોહિત કુમાર, સંજીવ કુમાર, રામકુમાર પ્રજાપતિ અને નિર્દેશક ગુરપ્રીત સોંધ છે. ફિલ્મમાં રાધા ભટ્ટ, આફરીન અવી, રાહુલ બગ્ગા, નરેશ ગોસેન, મુસ્તાક ખાન, રોહિત કુમાર, શાસ્ત્રી મહેશ્વરી, દિલબાગ સિંઘ અને રાજપાલ યાદવ છે. ફિલ્મમાં દલેર મહેંદી અને સોનુ નિગમના પ્લેબેક ગીતો છે. આ પણ કોમેડી ફિલ્મ છે. જેમાં ત્રણ મિત્રોની મુખ્ય કહાની છે. રાજપાલ યાદવ સેલ્ફી ડોનના પાત્રમાં છે. ટ્રેલરને રિલીઝ થતાંની સાથે જ ૧૨ લાખથી વધુ વ્યુઝ મળ્યા હતાં.

(10:07 am IST)