Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ડિલિવરી બાદ કરીના કપૂર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

પતિ અને દીકરા સાથે આવી ઘરે : કરીના કપૂર અને સૈફ અલીને ત્યાં બીજા સંતાનનું આગમન થઈ ગયું છે, કપલ ફરીથી દીકરાના માતા-પિતા બન્યા છે

મુંબઈ,તા.૨૩ : કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનને ત્યાં બીજા સંતાનનું આગમન થઈ ગયું છે. કપલ ફરીથી દીકરાના માતા-પિતા બન્યા છે. બે દિવસ સુધી આરામ કર્યા બાદ, મમ્મી કરીના કપૂરને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. પપ્પા સૈફ અલી ખાન અને મોટો ભાઈ તૈમૂર બેબોને હોસ્પિટલેથી ઘરે લઈ જઈ રહ્યા હતા ત્યારે તેઓ કેમેરામેને તેમને કેમેરામાં કેદ કરી લીધા હતા. કારને ફરતે સિક્યુરિટી એટલી ટાઈટ હતી કે કોઈ નવજાત બાળકનો ફોટો લઈ શકે નહીં. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ સવારે આશરે સાડા આઠ કલાકે કરીના કપૂરે દીકરાને જન્મ આપ્યો હતો, બેબોને શનિવારે સાંજે સાડા પાંચ કલાકે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રેસ સ્ટેટમેન્ટમાં, સૈફે કહ્યું હતું કે, 'અમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે.

મમ્મી અને બાળક બંને સુરક્ષિત અને સ્વસ્થ છે. અમે અમારા શુભચિંતકોનો પ્રેમ અને સપોર્ટ બદલ આભાર માનીએ છીએ. સિઝેરિયન કરીને કરીનાની ડિલિવરી કરવામાં આવી હતી. કરીનાની ડિલિવરી બાદ ચોથીવાર નાના બદલે રણધીર કપૂરે કહ્યું હતું કે, કરીના અને મારો દોહિત્ર બંને મજામાં છે. મેં હજી તેને જોયો નથી પણ મેં કરીના સાથે ફોન પર વાત કરી છે. તેણે કહ્યું તે એકદમ સ્વસ્થ છે અને બાળક પણ હેલ્ધી છે. હું ખૂબ ખુશ છું અને ફરીથી નાના બનીને મારી ખુશી સાતમા આસમાને છે. હું નાનકડા બાળકને જોવા માટે ઉત્સાહિત છું. હું અત્યારથી જ તેના સારા સ્વાસ્થ્ય માટે કામના કરી રહ્યો છું'. કરીનાનો પહેલો દીકરો તૈમૂર હાલ ૪ વર્ષનો છે અને તૈમૂરનો જન્મ પણ આ જ હોસ્પિટલમાં થયો હતો, જ્યાં તેનો નાનો ભાઈ જન્મ્યો છે.

મોટા ભાઈ બનવાની વાત સાંભળીને તૈમૂરની કેવી પ્રતિક્રિયા હતી એ પણ નાના રણધીર કપૂરે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'અરે! તૈમૂર બહુ ખુશ છે. નાનો ભાઈ આવ્યો તે જાણીને તેના આનંદનો પાર નથી. સાચું કહું તો સૈફ પણ ખૂબ ઉત્સાહિત છે અને મારી દીકરી પણ. હું હૃદયથી તેમને ચારેયને આશીર્વાદ આપં છું. સૈફ અલી ખાન પણ પેટરનિટી લીવ પર છે. બોમ્બે ટાઈમ્સના અગાઉના અહેવાલ મુજબ, સૈફ ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ'નું શૂટિંગ ૨૫ માર્ચથી કરવાનો છે. તો કરીનાએ ડિલિવરી પહેલા જ તેના બધા જ પ્રોફેશનલ કમિટમેન્ટ પૂરા કરી દીધા હતા. ત્યારે હાલ તો કપલ નવજાત બાળક સાથે પૂરતો સમય વિતાવી શકશે. બાળકના જન્મ પહેલા જ સૈફ, કરીના અને તૈમૂર નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. જે જૂના ઘરથી ખૂબ મોટું છે.

(9:21 pm IST)
  • અમિતભાઈ શાહ અત્‍યારે ૩:૩૦ વાગ્‍યાની આસપાસ અમદાવાદ આવી પહોંચ્‍યા છે : સાંજે ૭ વાગ્‍યે ખાનપુર કાર્યાલય ખાતે ભાજપના વિજયોત્‍સવમાં તેઓ જોડાશે તેમ મનાય છે : આ વિજયોત્‍સવમાં વિજયભાઇ રૂપાણી તથા સી.આર.પાટીલ પણ ભાગ લેશે access_time 4:13 pm IST

  • ૪ કોર્પોરેશનના તમામ પરિણામો જાહેર : (૧) રાજકોટ : ૭૨માંથી ૬૮ ભાજપ, ૪ કોંગ્રેસ (૨) જામનગર : ૬૪માંથી ૫૦ ભાજપ, ૧૧ કોંગ્રેસ, ૩ બસપા (૩) ભાવનગર : ૫૨માંથી ૪૪ ભાજપ, ૮ કોંગ્રેસ (૪) વડોદરા : ૭૬માંથી ૬૬ ભાજપ, ૧૦ કોંગ્રેસ : અમદાવાદ - સુરતની કેટલીક બેઠકોની ગણત્રી ચાલુ છે ત્યારે અમદાવાદમાં ૧૯૨માં ૧૩૯ બેઠકો ભાજપ મેળવે છે, કોંગ્રેસ ૧૫ અને ૧ અન્ય પક્ષને, મોડે સુધી ગણત્રી ચાલશે. જયારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૩ બેઠક ભાજપ મેળવી રહ્યું છે (૫૫ જાહેર થઈ), ૨૫ બેઠક ઉપર આપનો વિજય, ૨ ઉપર આપ આગળ છે, કોંગ્રેસને એક પણ મળી નથી. access_time 4:57 pm IST

  • ૨૫મીએ સુરતમાં કેજરીવાલનો રોડ શો : આપને ૨૭ બેઠકો મળતા વિપક્ષમાં બેસશે : 'આપ'ની જીત બાદ કેજરીવાલનું ટ્વીટ : ગુજરાતમાં નવી રાજનીતિ શરૃ access_time 6:44 pm IST