Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ગુજરાતી યુવક પ્રતિક ગાંધીએ પહેલી વેબ સિરીઝમાં કાઠુ કાઢયા બાદ હવે બોલિવૂડમાં ડંકો વગાડશેઃ અભિનેત્રી તાપસી પન્‍નુ સાથે સ્‍ક્રીન શેર કરતો જોવા મળશે

નવી દિલ્હીઃ પ્રતિક ગાંધી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહેલેથી જાણીતું નામ છે. ન માત્ર ફિલ્મો પરંતું નાટકોમાં પણ પ્રતિકનો એક્કો રહ્યો છે.બે યાર, રોંગસાઈડ રાજુ, લવની ભવાઈ, લવની લવ સ્ટોરીઝ જેવી ગુજરાતી ફિલ્મોથી સ્ટાર બની જનાર પ્રતિક ગાંધી માટે હિન્દી વેબસિરીઝ સ્કેમ 1992 કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. હર્ષદ મહેતા બની ન માત્ર દર્શકો પરંતું ફિલ્મ નિર્માતાઓ અને મોટા અભિનેતાઓનું પણ દિલ જીતી લીધું. ત્યારે અનેક ઓફર્સ મેળવતા પ્રતિક ગાંધી  સિદ્ધાર્થ રોય કપૂરના પ્રોડકશન હાઉસ રોય કપૂર હાઉસના નેજા હેઠળ બનનારી ફિલ્મમાં બોલિવૂડની સફળ અભિનેત્રી તાપસી પન્નુ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે.

'વો લડકી હૈ કહા?' ફિલ્મની જાહેરાત કરાઈ

SCAM 1992 ફેમ પ્રતિક ગાંધીએ સોશિયલ મીડિયાના તેના તમામ હેન્ડલ પર આવનારી બોલિવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રતિકે પોસ્ટ કરી કે ' રસ્તો ખૂંદી રહ્યા છે તાપસી સાથે ગુમ છોકરીની શોધમાં! તૈયાર થઈ જાઓ મજેદાર મુસાફરી માટે. તાપસી પન્નુએ પણ પ્રતિક સાથેની કોમેડી ફિલ્મની જાહેરાત કરી.

રોય કપૂર ફિલ્મ્સ પ્રોડકશને પણ તેના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ફિલ્મની જાહેરાત કરી.. ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની જાહેરાત કરવામાં આવી નથી.

સોશિયલ મીડિયા પર ફિલ્મી સિતારાઓએ પ્રતિકને આપી શુભેચ્છાઓ

પ્રતિક ગાંધીએ તેની નેકસ્ટ હિન્દી ફિલ્મની જાહેરાત કરતા જ તેના પર શુભેચ્છાઓનો ધોધ વરસી પડ્યો.  યુટ્યુબર આશિષ ચાંચલાની, મુક્તિ મોહન,  SCAM 1992ના ડિરેકટર હંસલ મહેતા, SCAM 1992માં રહી ચૂકેલી તેની કો એક્ટ્રેસ શ્રેયા ધન્વંતરિએ અભિનંદન આપ્યા. ગુજરાતી ફિલ્મ સ્ટાર મલ્હાર ઠાકર, દીક્ષા જોશી સહિતના કલાકારોએ પણ અભિનંદન આપ્યા.

(5:54 pm IST)
  • ૪ કોર્પોરેશનના તમામ પરિણામો જાહેર : (૧) રાજકોટ : ૭૨માંથી ૬૮ ભાજપ, ૪ કોંગ્રેસ (૨) જામનગર : ૬૪માંથી ૫૦ ભાજપ, ૧૧ કોંગ્રેસ, ૩ બસપા (૩) ભાવનગર : ૫૨માંથી ૪૪ ભાજપ, ૮ કોંગ્રેસ (૪) વડોદરા : ૭૬માંથી ૬૬ ભાજપ, ૧૦ કોંગ્રેસ : અમદાવાદ - સુરતની કેટલીક બેઠકોની ગણત્રી ચાલુ છે ત્યારે અમદાવાદમાં ૧૯૨માં ૧૩૯ બેઠકો ભાજપ મેળવે છે, કોંગ્રેસ ૧૫ અને ૧ અન્ય પક્ષને, મોડે સુધી ગણત્રી ચાલશે. જયારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૩ બેઠક ભાજપ મેળવી રહ્યું છે (૫૫ જાહેર થઈ), ૨૫ બેઠક ઉપર આપનો વિજય, ૨ ઉપર આપ આગળ છે, કોંગ્રેસને એક પણ મળી નથી. access_time 4:57 pm IST

  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST

  • સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ભાજપ ૫૫ બેઠક ઉપર જીત મેળવી ચૂકયુ છે : ૧૯ બેઠકમાં આગળ છે : ‘આપ’ પાર્ટીએ ૨૫ બેઠક મેળવી ભાજપના પગે પાણી લાવી દીધા : ગજબની રસાકસી : કોંગ્રેસનું નામો નિશાન ભૂંસાઈ ગયું : પાટીદાર ફેક્ટરે મોટો અપસેટ સર્જયો access_time 4:45 pm IST