Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

વધુ એક મોટી સિરિઝમાં મુખ્ય રોલ મળ્યો રવિને

ટીવી પરદે વર્ષ ૨૦૦૬માં સ્ત્રી-તેરી કહાની સિરીયલથી કારકિર્દી શરૂ કરનાર રવિ આજે ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટુ નામ છે. તે જમાઇ રાજા ૨.૦ને લઇને ખુબ ચર્ચામાં છે. તો બીજી તરફ તે પિયુષ મિશ્રા અને રવિ કિશન સાથે મેગા બજેટ શો મત્સ્યકાંડ પણ કરી રહ્યો છે. આ શો માટે પિયુષ મિશ્રા અને રવિ કિશન તો પહેલેથી જ પસંદ થઇ ગયા હતાં. બીજા અનેક કલાકારોની પસંદગી થઇ હતી. સોેથિી છેલ્લે રવિ દૂબેને પસંદ કરવામાં આવ્યો હતો. તે મેનલીડમાં કામ કરશે. હાલમાં આ સિરીઝનું શુટીંગ જયપુરમાં ચાલી રહ્યું છે. બોલીવૂડના અનેક કલાકારો આ મેગા બજેટ સિરીઝ મત્સ્યકાંડનો ભાગ બનવા ઇચ્છતા હતાં. પરંતુ રવિને છેલ્લે પસંદ કરી લેવાયો હતો. ત્રણ ધમાકેદાર કલાકારો એક સાથે આ સિરીઝમારં ધમાલ મચાવશે. ઉત્તરપ્રદેશ ગોરખપુરનો રવિ યહાં કે હમ સિકંદર, રનબીર રાણો, ૧૨-૨૪ કરોલ બાગ, સાસ બિના સસુરાલ, સીઆઇડી, નચ બલીયે, કુમકુમ ભાગ્ય, જમાઇ રાજ, નાગિન-૩ સહિતના શો કરી ચુકયો છે. સારેગામાપા લિટલ ચેમ્પ્સને હોસ્ટ પણ કરી ચુકયો છે.

(10:04 am IST)
  • અમદાવાદના જમાલપુરમાં વિવાદાસ્‍પદ એમએલએ ઓવૈસીની પાર્ટીનો વિજય access_time 5:48 pm IST

  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભગવો ધારણ કર્યો, રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદીયાએ આણંદમાં ખેસ પહેરાવી કર્યું સ્વાગત access_time 1:05 am IST

  • રાજકોટના વોર્ડ નં.૯માં ભાજપની પેનલનો ભવ્ય વિજય : અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૩ હજારની લીડથી જીત : રાજકોટ વોર્ડ નં.૨માં બીજા રાઉન્ડમાં પણ ભાજપની પેનલ આગળ access_time 1:50 pm IST