Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ફિલ્મ પ્રોડ્યુસર રાજકુમાર બડજાત્યાની પ્રાર્થના સભામાં સલમાનખાન સહિતના બૉલીવુડ કલાકારો પહોંચ્યા

હિમેશ રેશમિયા પોતાની પત્ની સોનિયા સાથે પહોંચ્યા: રજા મુરાદે શાંતિ પ્રાર્થના કરી

 

બૉલીવુડ ફિલ્મ પ્રોડ્યૂસર રાજકુમાર બડજાત્યાનું  નિધન મુંબઈના સર એસ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં થયું હતું.મુંબઈમાં તેમના માટે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું જેમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાન સહિત અનેક નામી હસ્તિઓ પ્રાર્થના સભામાં આવી શાંતિ પ્રાર્થના કરી હતી.

   સલમાન ખાન મુંબઈના હોટલ સહારા સ્ટારમાં યોજાયેલી દિવંગત રાજકુમાર બડજાત્યા ઉર્ફ રાજ બાબૂની પ્રેયર મીટમાં પહોંચ્યા હતાં. તેઓ પોતાના મિત્ર સૂરજ બડજાત્યાને ગળે મળ્યા હતાં અને થોડા સમય તેમની સાથે વાતચીત કરી હતી. રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ હમ સાથ-સાથ હૈમાં કામ કરી ચૂકેલી તબ્બુ પણ પ્રાર્થના સભામાં પહોંચી હતી. હિમેશ રેશમિયા પોતાની પત્ની સોનિયા સાથે પહોંચ્યા હતાં. રજા મુરાદે પણ પ્રાર્થના સભામાં આવી શાંતિ પ્રાર્થના કરી હતી.

(11:20 pm IST)