Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

અલ્લાદીનની સિક્વલમાં પ્રિન્સેસ જાસ્મીનનું પાત્ર વધુ પાવરફુલ

મુંબઈ: અલ્લાદીનની સિક્વલમાં પ્રિન્સેસ જાસ્મીનનું પાત્ર મૂળ કરતાં વધુ પાવરફૂલ છે એવું આ સિક્વલના નિર્માતા ડેન લીને કહ્યું હતું.ફિમેલફર્સ્ટ કો યુકે ડૉટ કોમના એક અહેવાલ મુજબ એમ્પાયરને આપેલી મુલાકાતમાં ડેને કહ્યું કે સિક્વલમાં તમે પ્રિન્સેસ જાસ્મનના પાત્રમાં થયેલું પરિવર્તન જોઇ શકશો. મૂળ ફિલ્મ કરતાં સિક્વલમાં પ્રિન્સેસનું પાત્ર વધુ પાવરફૂલ બન્યું છે. 'ઓરિજિનલ ફિલ્મમાં જાસ્મીન પ્રિય પાત્રની શોધમાં હતી. એ સિવાય એના પાત્રને ઝાઝો સ્કોપ મળ્યો નહોતો. એનું કોઇ ખાસ ધ્યેય નહોતું. સિક્વલમાં એવું નથી. સિક્વલમાં એ પોતાના શહેર પર શાસન કરવા માટે કટિબદ્ધ છે એવું જોઇ શકાશે. એના પાત્રની યાત્રા વધુ બળકટ છે.મૂળ ફિલ્મ અલ્લાદીન ૧૯૯૨માં રજૂ થઇ હતી અને સુપરહિટ સાબિત થઇ હતી. સિક્વલમાં નાઓમી સ્કોટ પ્રિન્સેસ જાસ્મીન તરીકે રજૂ થઇ રહી છે. મેના મસુદ અલ્લાદીન તરીકે રજૂ થશે અને વીલ સ્મિથ જેનીને કંઠ આપશે. આમ આ એનિમેશન સિક્વલ સાથે ત્રણ મોટા કલાકારો જોડાયેલાં છે.

 

 

(5:32 pm IST)