Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

લવ સ્ટોરી ડ્રામા ફિલ્મ નોટબુકનું ટ્રેલર રિલીઝ

મુંબઈ: સલમાન ખાનના પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી લવ સ્ટોરી ડ્રામા ફિલ્મ નોટબુકનું ટ્રેલર શુક્રવારે રિલીઝ થયું છે. આ ફિલ્મ કાશ્મીર પર બેસ્ડ છે. જેમાં બે ટિચર્સના પ્રેમની કહાની છે. આ ફિલ્મથી દિગ્ગજ અભિનેત્રી નૂતનની પૌત્રી પ્રાનૂતન બહલ ડેબ્યૂ કરી રહી છે. લીડ રોલમાં એક્ટર જહીર ઇકબાલ પણ છે.આ ફિલ્મના ટ્રેલરમાં તમે જોઈ શકો છો કે એક સ્કૂલ શિક્ષકને એ છોકરી સાથે પ્રેમ થાય છે જે એજ સ્કૂલમાં પહેલા ટીચર હતી. હીરો એ છોકરીની ન તો અવાજ સાંભળી છે અને ન તો તેને જોયેલી છે. છોકરીનું સ્કૂલ છોડવાનું કારણ લગ્ન હોય છે. ધીમે-ધીમે જ્યારે હીરોને એ છોકરી વિશે માહિતી મળે છે તો હીરોને એ છોકરીથી પ્રેમ થવા લાગે છે. ત્યારે બાદ બન્ને વચ્ચે એક નોટબુકમાં મેસેજિંગ શરૂ થાય છે. કાશ્મીરના બેકગ્રાઉન્ડ પર આધારિત આ લવ સ્ટોરી કેટલાક ટિ્વસ્ટથી ગુજરે છે. આ ફિલ્મમાં સ્કૂલના બાળકોની પણ મહત્વની ભૂમિકા બતાવવામાં આવી છે. સલમાન ખાન, મુરાદ ખેતની અને અશ્વિન વર્દેએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. આ ફિલ્મ 29મી માર્ચે રિલીજ થશે. જોકે પુલવામા આતંકી હુલમા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધતા આ મૂવીને પાકિસ્તાનમાં રિલીઝ નહીં કરવામાં આવે. તમને બતાવી દઈએ કે લુકા-છુપી, અર્જુન પટિયાલા, મિલાન ટોકીઝ અને ટોટલ ધામલને પણ પાકિસ્તાનમાં રિલીઝ કરવામાં આવી નથી. જ્યારે પુલવામા આત્મઘાતી હુમલા બાદ ફિલ્મ નોટબુકમાંથી પાકિસ્તાની સિંગર આતિફ અસલમનું ગીત પર હટાવી દેવામાં આવ્યું છે.

 

(5:31 pm IST)