Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

વેબસિરિઝ સેક્રેડ ગેમ્સનો ફર્સ્ટ લૂક રિલીઝ

મુંબઇ: છેલ્લા એક વર્ષથી અનુરાગ કશ્યપ અને વિક્રમ મોટવાનીની વેબસિરિઝ સેક્રેડ ગેમ્સની વાતો સંભળાતી રહી હતી પરંતુ નક્કર કશું જોવા મળ્યું નહોતું. હવે એ સિરિઝનો ફર્સ્ટ લૂક રિલિઝ થયો હતો. વિક્રમ ચંદ્રાની આ જ નામની નવલકથા પરથી આ વેબ સિરિઝ બની રહી હતી. એમાં સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી ઉપરાંત રાધિકા આપ્ટે ચમકી રહ્યાં હતાં. ગણેશ ગાયતોંડે (નવાઝુદ્દીન સિદ્દીકી ) નામના એક માફિયા દાદાની પાછળ પડેલા માથું ફરેલા પોલીસ અધિકારી સરતાજ સિંઘ (સૈફ અલી ખાન)ની આ એક્શન ભરપુર વેબ સિરિઝ છે. મહાનગર મુંબઇમાં એક પોલિટિશ્યન, એક ફિલ્મ સ્ટાર, એક માફિયા બોસ અને પોલીસ વચ્ચેની તડાફડીને રજૂ કરતી આ વેબ સિરિઝ નેટફ્લીક્સની ઘરઆંગણે બનેલી પહેલી મૌલિક વેબસિરિઝ હોવાનો દાવો પણ એના સર્જકોએ કર્યો હતો. હાલ એના ફર્સ્ટ લૂક રૃપે કેટલીક તસવીરો સોશ્યલ મિડિયા પર શૅર કરાઇ હતી જેમાં લોહીથી ખરડાયેલા ચહેરા સાથે પાઘડીધારી શીખ પોલીસ અધિકારી તરીકે સૈફ અલી ખાન અને મોટે ભાગે જેની પીઠ દેખાય છે એવી રાધિકા પર પિસ્તોલ તાકીને ઊભેલો ગાયતોંડે એટલે કે નવાઝુદ્દીન દેખાય છે.

(5:21 pm IST)