Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

સેટ પર માસુમ મુસ્કાને... અક્ષયે પોસ્ટ કરી અફઘાન બાળકો સાથેની તસ્વીર

અક્ષય કુમાર પૈડમેન પછી હવે ફિલ્મ 'કેસરી'ના શુટીંગમાં વ્યસ્ત થયો છે. તેણે તાજેતરમાં સેટ પરથી એક તસ્વીર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જે લોકોને ખુબ ગમી છે. અક્ષયએ આ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું છે કે-આજ સેટ પર માસુમ મુસ્કાને...ભારતની મહાન લડાઇઓમાંથી એક એવા સારાગડીના યુધ્ધ પર આધારીત ફિલ્મ કેસરીમાં આ માસુમ બાળકો અફઘાની બાળકોનો રોલ નિભાવી રહ્યા છે.

અક્ષય કુમાર સાથે આ ફિલ્મમાં પરિણીતી ચોપડા મુખ્ય રોલમાં છે. કરણ જોહરના પ્રોડકશન હાઉસ ધર્માના બેનરમાં બની રહેલી આ ફિલ્મના નિર્દેશક અનુરાગસિંહ છે. ફિલ્મ આવતા વર્ષે હોળીના તહેવાર પર એટલે કે ૨૦૧૯માં ૨૧ માર્ચના રોજ રિલીઝ થશે. ૧૮૯૭માં બ્રિટીશ ભારતીય સેનાની એક નાનકડી ટૂકડી અને અફઘાની સેના વચ્ચે સારાગઢી યુધ્ધ થયું હતું. આ યુધ્ધમાં બ્રિટીશ ભારતીય સેનાના માત્ર ૨૧ શીખ જાંબાજ જવાનોએ ૧૦ હજાર અફઘાન સૈનિકોનો જોરદાર સામનો કર્યો હતો. તેના પર આ ફિલ્મ આધારીત છે.

(2:19 pm IST)