Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

'૨.૦'ની રિલીઝ પહેલા જ પરણી જશે એમી જેૈકસન

બોલીવૂડ અભિનેત્રી એમી જૈકસન પોતાના એકસ બોયફ્રેન્ડ પ્રતિક બબ્બરને છોડીને હવે બીજા કોઇ સાથે ડેટ કરી રહ્યાની વાતો વચ્ચે એવી ચર્ચાઓ જાગી છે કે એમી તેની ફિલ્મ '૨.૦'ની રિલીઝ પહેલા જ લગ્ન કરી લેવાની છે. તેનો હાલનો બોયફ્રેન્ડ જોર્જ પાનાયિયોટો બ્રિટીશનો બિઝનેસમેન છે. આ બંનેએ પોતાની એક સાથે લેવાયેલી તસ્વીરો જુદા-જુદા સોશિયલ મિડીયામાં પોસ્ટ પણ કરી છે. હવે બંને ગમે ત્યારે પરણી જાય તેવી વાતો ચગી છે.  એમીએ બોલીવૂડમાં નામના ભલે ન મેળવી હોઇ પણ તેના ચાહકોની સંખ્યા લાખોમાં છે. એમી હાલમાં રજનીકાંત અને અક્ષય કુમાર સાથેની ફિલ્મ રોબોટની સિકવલ ૨.૦માં કામ કરી રહી છે. આ ફિલ્મની રિલીઝની તારીખ વારંવાર બદલતી રહી છે.

 

(9:55 am IST)