Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ટીવી પર દરેક જોનરમાં કામ કરવા તૈયાર મિનીષા

ટીવી પર કામ કરવાએક તરફ ટીવી કલાકારો બોલીવૂડમાં એન્ટ્રી કરી રહ્યા છે. તો બીજી તરફ બોલીવૂડમાંથી કલાકારો ટીવી પરદે આવી રહ્યા છે. મિનીષા લાંબા પણ હવે ટીવી પરદે આવી છે. લાંબા સમયથી ફિલ્મોથી દૂર મિનીષાને ટીવી શોમાં કામ મળ્યું છે.  આ શોમાં તેને નેગેટિવ રોલ મળ્યો છે.  સાસુ-વહૂના શોમાં નહિ પણ 'તેનાલીરામ' નામના કોમેડી શોમાં મિનીષા વિષકન્યા બની છે. તેણે કહ્યું હતું કે મારું આ પાત્ર રહસ્યમયી છે. ટીવી પર આવવા બાબતે મિનીષાએ કહ્યું હતું કે આ મારા માટે યોગ્ય સમય છે. હું હવે ટીવી પર કામ કરવા માટે ફ્રી છું. તેનાલીરામ કોમેડી શો છે, આ સિવાયના કોઇપણ જોનરના ટીવી શોમાં હું કામ કરવા તૈયાર છું. મિનીષાએ બચના એ હસીનો સહિતની ફિલ્મો કરી છે. અગાઉ બીગ બોસમાં પણ ભાગ લઇ ચુકી છે અને પંજાબી ફિલ્મ પણ કરી છે.

(9:55 am IST)