Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

શાનદાર ઍકટીંગને કારણે જાણીતી થયેલુ અભિનેત્રી તબ્બુ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ દ્રશ્યમ-રને લઇને ચર્ચામાં

કુંવારી રહેવા પાછળનું કારણ અજય દેવગન અને તેના પિતરાઇ ભાઇ સમીર આર્યન જવાબદાર

મુંબઇ, તા., ૨૩ : ફિલ્મ દ્રશ્યમ-રને લઇને ચર્ચામાં રહેલી અભિનેત્રી તબ્બુ અજય દેવગનને વર્ષોથી ઓળખે છે. હજુ સુધી કુંવારી રહેવાનું કારણ જણાવતા તેણીઍ ઍવુ કહયું કે તે અજય દેવગન અને તેનો પિતરાઇ ભાઇ સમીર આર્યન છે.

બોલીવુડની જાણીતી અભિનેત્રીઓમાંની એક તબ્બુ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'દ્રશ્યમ 2' માટે ચર્ચામાં આવી હતી. તબ્બુ તેની શાનદાર એક્ટિંગને કારણે જ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે.

બોલીવુડની જાણીતી અભિનેત્રીઓમાંની એક તબ્બુ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'દ્રશ્યમ 2' માટે ચર્ચામાં આવી હતી. તબ્બુ તેના શાનદાર અભિનયને કારણે જ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. તબ્બુને લઈને એક પ્રશ્ન જે તેના ચાહકોના મનમાં વારંવાર આવે છે તે એ છે કે અભિનેત્રીએ હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા? તમને જણાવી દઈએ કે તબ્બુ 52 વર્ષની છે અને તે હજુ અપરિણીત છે.

એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ પોતે આ પાછળનું કારણ જણાવ્યું હતું. તબુએ લગ્ન અંગેની વાતનો ખુલાસો કરતા એમ પણ જણાવ્યું હતુંકે, દર વખતે જ્યારે કોઈપણ છોકરો મને જોવા માટે આવે ત્યારે અજય દેવગણ ને કોઈકને કોઈક રીતે ભગાવી દેતો હતો. ઉલ્લેખનીય છેકે, અજય દેવગણ તબુના ખુબ સારા મિત્ર છે અને તેઓ હંમેશા તેના સારા માટે તેને સારો છોકરો મળે એ માટે તેને એડવાઈઝ આપતા હતાં.

તબ્બુના કહેવા પ્રમાણે, તેના અપરિણીત હોવા પાછળ અજય દેવગન અને તેના પિતરાઈ ભાઈ સમીર આર્યનો મોટો હાથ હતો. હા, અભિનેત્રીએ જણાવ્યું કે તે અજય દેવગનને 25-26 વર્ષથી ઓળખે છે. તબ્બુ કહે છે કે અજય અને સમીર એકબીજાના ખૂબ જ સારા મિત્રો હતા અને જ્યારે તેઓ નાના હતા ત્યારે અજય અને સમીર તેમના પર ખાસ નજર રાખતા હતા. ત્યાં સુધી બધું બરાબર હતું, પરંતુ અભિનેત્રીની વાત માનીએ તો જ્યારે પણ તેણીએ કોઈ છોકરા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અજય દેવગન અને તેનો પિતરાઈ ભાઈ સમીર તે છોકરાને મારતા હતા.

તબ્બુના મતે, તે આજ સુધી અપરિણીત રહેવાનું એક મુખ્ય કારણ હતું. જો કે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તબ્બુ અને અજય દેવગણે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમાં 'વિજયપથ' (1994), 'હકીકત' (1995), 'તક્ષક' (1999) અને 'દ્રશ્યમ' (2015), 'ગોલમાલ અગેઇન' (2017) અને 'દ્રશ્યમ-2 (2015) વગેરેનો સમાવેશ થાય છે. જો તબ્બુનું માનીએ તો આજે પણ અજય તેના વિશે ખૂબ જ પ્રોટેક્ટિવ છે અને તે અને અજય એક ખાસ બોન્ડ શેર કરે છે.

(5:56 pm IST)